વાંકાનેર: રાજાવડલામાં ગાળો બોલવાની ના પાડતા એક શખ્સે ત્રણ જણા ઉપર ફરિયાદ લખાવી છે. સામા પક્ષે પણ ત્રણ જણા ઉપર વળતી ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ જયેશભાઈ ચતુરભાઈ આંતરેસા (ઉ.વ.૨૪) રહે.જુના રાજાવડલા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૫/૦૮/૨૦૨૪ ના કલ્પેશભાઈ પ્રેમજભાઈ સોલંકીની દુકાને પોતે તથા ગામના કેશુભાઈ બીજલભાઈ સોલંકી, પ્રેમજીભાઈ બીજલભાઈ સોલંકી તથા છનાભાઈ લાલજીભાઈ સોલંકી વાતોચીતો કરતા હતા અને ત્યા બજારમાંથી બૈરાઓ તથા મહેમાનો અવરજવર થતી હોય આ વખતે છનાભાઈ લાલજીભાઈ સોલંકી ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા છનાભાઈ એકદમ ઉશ્કેરાય જઈ જપાજપી કરેલ આ વખતે ગામના ખોડુભાઈ હકાભાઈ સોલંકી ત્યા આવી જતા તેઓએ અમારી વચ્ચે આ બોલાચાલી ઝઘડો થયેલ, તેનુ સમાધાન કરેલ. આ ખોડાભાઈ તથા છનાભાઈ ત્યાથી જતા રહેલ. થોડીવાર પછી આ છનાભાઈ તથા તેના કુટુમ્બના નકુલભાઈ અશોકભાઈ સોલંકી તથા મીલનભાઈ વિક્રમભાઈ સોલંકી ફરિયાદી પાસે આવેલ અને છનાભાઈના હાથમા લાકડી હતી અને મને કહેલ કે ‘તુ હમણે શુ હવા કરતો હતો?’ તેમ બોલી એક લાકડીનો ઘા મોઢાના ભાગે હોઠ ઉપર મારેલ. આ વખતે મારા મા તથા મારા પિતા આવી જતા આ ત્રણેય જણા ત્યાંથી ભાગી ગયેલ ફરિયાદી તથા તેમના માં મંજુબેનને મુંઢમાર વાગેલ હોય અને મને મોઢાના ભાગે હોઠ પાસેથી લોહી નીકળતુ હોય વાંકાનેર સરકારી દવાખાને સારવારમા ગયેલ આ ત્રણેય સામે વિરૂધ્ધ ફરીયાદ કરેલ છે.સામા પક્ષે છનાભાઈ લાલજીભાઈ સોલંકી (ઉ.વ.૪૫) રહે. જુના રાજાવડલા વાળાએ ફરિયાદ લખાવેલ છે કે પોતે તેમના કાકા બાબુભાઈ સોલંકીના ઘરે આટો મારવા જતો હતો ત્યારે રસ્તામા કલ્પેશભાઈ પ્રેમજીભાઈ સોલંકીની દુકાને માવો ખાવા ઉભો રહેલ અને ત્યા ગામના જયેશભાઈ ચતુરભાઈ આંતરેસા, કેશુભાઈ બીજલભાઈ સોલંકી તથા પ્રેમજીભાઈ બીજલભાઈ સોલંકી બેઠા હતા, આ વખતે અમો મોટા અવાજથી વાતો કરતા હોય જેથી જયેશભાઈ ચતુરભાઈ આંતરેસા પાસે આવી કહેલ કે ‘તુ કેમ ગાળો બોલે છે?’ પોતે ગાળો બોલતો હોવાનો ઇન્કાર કરતા જયેશ એકદમ ઉશ્કેરાય ગયેલ અને એક લાફો ગાલ ઉપર મારેલ, આ વખતે ગામના ખોડુભાઈ હકાભાઈ સોલંકી ત્યા આવી જતા તેઓએ અમારી વચ્ચે સમાધાન કરેલ. કાકાના ઘરે ઝઘડાની વાત નકુલભાઈ અશોકભાઈ સોલંકી તથા મીલનભાઈ વિક્રમભાઈ સોલંકીને કરેલી. જેથી ત્રણેય જણા દુકાને આવેલ તો આ જયેશભાઈ આંતરેસા, મંજુબેન ચતુરભાઈ આંતરેસા તથા ચતુરભાઈ આંતરેસા ત્યા લાકડીઓ લઇને ઉભા હતા અને મારવા દોડેલ, પરંતુ ત્યા હાજર માણસો વચ્ચે પડતા મારેલ નહી. જપાજપીમાં જયેશભાઈ પડી જતા મોઢામા કાંઈક વાગેલ ફરિયાદીને ગાલના ભાગે લાફો મારેલ છે.
પોલીસ ખાતાએ બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.