કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મંજુરીવાળા અધૂરા કામો પૂરા કરો: ધારાસભ્યશ્રી

એકાંતરા પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવો: બાગ બગીચા, મુખ્ય માર્ગો, શેરી ગલીઓ, પુલ અને નાલાઓના અધૂરા કામોને ઝડપથી પૂર્ણ કરો

વાંકાનેર શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય અને વિકાસને વેગ મળે તે માટે ધારાસભ્ય દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને વહીવટી મંજૂરી મળી ગઈ હોય તેવા અધૂરા કામો ઝડપથી પૂરા કરવા માટેની લેખિતમાં સૂચના આપી છે, તેમજ પાણીનો પ્રશ્ન વાંકાનેરમાં કોઈ વિસ્તારમાં ન રહે તે રીતે એકાંતરા પાણી વિતરણની વ્યવસ્થા કરવા સૂચના પણ આપેલ છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો


વાંકાનેર શહેરના બાગ બગીચા, મુખ્ય માર્ગો, શેરી ગલીઓ, પુલ અને નાલાઓના અધૂરા કામોને ઝડપથી પૂર્ણ કરાવવા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી છે.

વધુમાં તેમણે કહ્યું છે કે, વાંકાનેર નગરપાલિકા હસ્તકના જે કામોની તાંત્રિક તથા વહીવટી મંજૂરી મળી ગઈ હોય, તેવા અધૂરા કામો ઝડપ પૂર્ણ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે. હાલમાં વાંકાનેર શહેરના પ્રાણસમા બગીચાના કામ, તેમજ શહેરના ૧૧૨ રસ્તાના કામો, પેડકમાં આવવા-જવા માટે નાનો પુલ, પોલીસ સ્ટેશન પાસે આવવા-જવા માટેનું નાલુ તેમજ મિલપ્લોટના અધૂરા રસ્તાની કામગીરીને ઝડપથી કરવી. લોકોના સુખાકારી માટે વાંકાનેરથી જડેશ્વર જતા રોડ પર એસ્સાર પંપથી પાલિકા હદ વિસ્તારમાં આવતા રોડની પહોળાઈ વધારવાનું કામ, ડીવાઈડર બનાવી ઇલેક્ટ્રીક પોલ્સ અને લાઈટનું કામ, મામલતદાર ઓફીસથી અમરસર ફાટક સુધી સોલાર ઇલેક્ટ્રીક પોલ્સ અને લાઈટ નાખવાનું કામ, જીનપરા હાઈવે જકાતનાકાથી અમરસિંહજી હાઈસ્કૂલ પાસે આવેલ નાલા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ તેના ઉપર પેવિંગ બ્લોક કરાવવા તથા નળ સે જલ યોજના અંતર્ગત લોકોને એકાંતરે પાણી મળતું રહે. તેવી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!