કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દાવતે ઇસ્લામી દ્રારા મોડર્ન સ્કુલમાં સ્ટુડન્ટ કોર્ષ સંપન્ન

તમામ વિદ્યાર્થીને ‘નમાજ કે અહકામ’ કિતાબ તોહફામાં આપવામાં આવી

વાંકાનેર: દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્રારા મોડર્ન સ્કુલમાં,સાત દિવસનો સ્ટુડન્ટ કોર્સ (ફર્ઝ ઉલુમ કોર્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળાતા પૂર્વક પૂર્ણ થયો છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્રારા ૭૯ જેટલા અલગ અલગ વિભાગોમાં સમાજ સુધારણાનું કામ કરી રહી છે. જેનો એક વિભાગ શોબા એ તાલીમ (એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ) પણ છે. જે વિદ્યાર્થીઓમાં અખલાકી તેમજ સામાજિક જાગૃતિ આવે તેના માટે કામ કરે છે.

એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વેકેશન દરમિયાન 7 દિવસના કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને નમાજ, વુઝૂ, ગુસ્લ, ઇસ્લામના પાયાના સિદ્ધાંતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા તથા તેઓને ગુનાહોભરી જિંદગીથી દૂર રહીને ઇસ્લામના આખરી પયગંબર હઝરત મુહમ્મદ પેયગંબર સાહેબે બતાવેલા માર્ગ મુજબ સરળ, સાદુ , સંસ્કારી જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કોર્સના ખાસ માર્ગદર્શક તરીકે શોબા એ તાલીમ વાંકાનેરના નીગરાન અલ્તાફ અત્તારી એ સાત દિવસ તાલીમ આપી હતી. કોર્સના છેલ્લા દિવસે મોડર્ન હાઈસ્કુલના સંચાલક અને શિક્ષક ઇરફાન સાહેબ દ્વારા જ્ઞાન શીખવાની તાકીદ કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીને ‘નમાજ કે અહકામ’ કિતાબ તોહફામાં આપવામાં આવી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!