કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સાદાઈથી શાદી કરવા બદલ મોમીનને અભિનંદન !

વાંકાનેર તાલુકાના કાનપર ગામના શેરસીયા ઈલ્યાસભાઇ હાજીભાઇના દિકરા એહમદઅર્શદની શાદી અને નિકાહ તા ૨૨-૧-૨૦૨૪ના રોજ સાદગીથી થયેલ હતા. આજકાલ આવા પ્રસંગોએ ફોટા, વિડિઓ શૂટિંગ અને શણગાર થતા જ હોય છે. મોમીન સમાજમાં કેટલાક ખર્ચાળ કુરિવાજો ઘૂસી ગયા છે. ગરીબ કુટુંબે પણ આ કુરિવાજોનું ઘોહરું ઉપાડવું પડે છે, પરંતુ આ શાદી/ નિકાહના પ્રસંગમાં ગેટ કે કોઈ શણગાર કરેલ ન હતો અને કોઈ પ્રકારના ફોટો શૂટિંગ કરેલ નહોતા. નિકાહ મસ્જિદમાં રાખેલ હતા. નિકાહ બાદ પુરુષો વચ્ચે શેરો લેવા કોઇ ઓરત આવેલ ન હતી….

પીપળીયારાજ મુકામે માથકીયા સિદિકભાઇ ઉસ્માનભાઈની દિકરી આયેશા સાથે એહમદઅર્શદના નિકાહ થયેલ છે. દીકરી આયેશાએ પાંચદ્વારકા મદ્રેસામાંથી આલેમાની ડિગ્રી લીધેલ છે જયારે એહમદઅર્શદ મોરબી બીએચએમએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. કાનપરના હાજીભાઇ (હાર્વેસ્ટ વાળા) દૂધ મંડળીના પ્રમુખ હતા અને વાંકાનેર હીરમ એન્ટરપ્રાઇઝ વાળા યુનુસભાઈના કાકા થાય છે.
ઈલ્યાસભાઇ (98257 48664)એ મોમીન સમાજમાં ગરીબો માટે દેખાદેખીમાં ઉપાડવા પડતા કમ્મરતોડ ખર્ચાના રિવાજો સામે નવો ચીલો ચાતર્યો છે, એ બદલ એમને અને તેમના દિકરાને કમલ સુવાસ ન્યુઝ તરફથી ખુબ ખુબ અભિનંદન…..

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!