કુલ 18 સભ્યો પૈકી 11 સભ્યો કોંગ્રેસના હોવા છતાં ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણીમાં તડઝોડનાં સંકેત

વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ આજે ખેડૂત પેનલનું ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલ આ પરિણામમાં કુલ 10 સભ્યોમાંથી છ સભ્યો કોંગ્રેસ પ્રેરિત પેનલના અને ચાર સભ્યો ભાજપ પ્રેરિત પેનલના ચૂંટાય આવ્યા છે આમ છતાં બહુમત સભ્ય સંખ્યા ધરાવતી કોંગ્રેસને આગામી ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાજકીય પછડાટ આપવા ચક્રો ગતિમાન થયાનું જાણવા મળે છે.

