કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મચ્છુ-1 નું પાણી ખેડૂતોને આપવા કોંગ્રેસની માંગ

શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિની કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં અનાવૃષ્ટિના કપરા સંજોગોમાં ખેડુતોનો પાક બચાવવા મચ્છુ -1 ડેમમાંથી પિયત માટે તાત્કાલીક પાણી આપવાની માંગ સાથે વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં આવી છે.

વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરી છે કે, વાંકાનેર શહેર તથા તાલુકામાં ઓછા વરસાદના કારણે નદી-નાલામાં પાણી ભરાયા જ નથી. ઉપરાંત વર્ષાઋતુના મુખ્ય ઓગસ્ટ માસમાં બીલકુલ વરસાદ પડેલ ન હોય નદી-નાળા તથા કુવાના તળના પાણી સુકાઈ જવા પામેલ છે. રેગ્યુલર ચોમાસુ હોય ત્યારે સપ્ટેમ્બર માસ સુધી વરસાદ રહેતો હોવાના કારણે ડેમમાંથી સિંચાઈ માટે પાણી મોડું છોડવામાં આવે તો યોગ્ય છે પરંતુ ચાલુ વર્ષે પુરો ઓગસ્ટ માસ કોરો જવાના અસાધારણ સંજોગોમા ખેડુતોને પિયત માટે પાણી મેળવવાના કોઇ સ્ત્રોત નથી પરીણામે પાક નિષ્ફળ જવાની ભીતિ સ્પષ્ટ નજરે પડે છે. આ સંજોગોમાં ખેડુતોની આજીવીકાના આધાર સ્તંભ કપાસ સહિતના પાકને બચાવવા માટે મચ્છુ-1 નું પાણી તાત્કાલીક છોડવાનો નિર્ણય કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ તકે વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઇ ગોહિલ, માર્કેટ યાર્ડ પુર્વ પ્રમુખ શકીલ પીરઝાદા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ લુંભાણી તથા ઇસ્માઇલભાઇ બાદી, તાલુકા પંચાયત પુર્વ ઉપપ્રમુખ નારાયણભાઇ કેરવાડીયા, યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા, પ્રોસેસીંગ પ્રમુખ ઇરફાન ગઢવાળા, જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ મહંમદભાઇ કડીવાર, તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ ફારૂક કડીવાર, રાતીદેવળી પુર્વ સરપંચ હનીફ શેરસીયા, દલિત સમાજ યુવા અગ્રણી નવીનભાઇ વોરા, ખેડૂત અગ્રણીઓ મુસ્તુફા કડીવાર, ઝહિરુદ્દીન વકાલિયા, ઇલ્મુદ્દીન વકાલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા…

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!