“સુપર સીડ” ના કારણો ઉજાગર કરી થયેલા ભષ્ટાચારનો પર્દાફાશ કરશે
વાંકાનેર નગરપાલિકાની આગામી મધ્યસ્થ ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ વોર્ડ નં -૧ થી ૭ માં તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો લડાવશે, મોરબી જીલ્લા કોગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પ્રભારી દિનેશભાઈ મકવાણા– કન્વીનર ગુજરાત ચુવાડીયા કોળી સમાજના ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રીએ એક પ્રેસ યાદીમાં જણાવેલ છે કે
વાંકાનેર નગરપાલિકા ચૂંટણીમાં તમામ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી અને કોગ્રેસને મજબુત બનાવી “સુપર સીડ” નગરપાલિકાના કારણો લોકો સમક્ષ મુકશે અને ભુતકાળમાં થયેલા ભષ્ટાચારનો પર્દાફાશ કરશે, અને પોતાના ઉમેદવારને જીતાડવા શ્રી ગણેશ કરેલ છે, વોર્ડ નં એકથી સાતમાં કોંગ્રેસ પક્ષને માનતા કાર્યકરોએ પ્રભારીનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં વાંકાનેર શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલિયા (અમરપરા, શેરી નં 5, મિલપ્લોટ, મો: 98984 40993)એ જણાવેલ છે.