કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોંગ્રેસનું લોકોને જાગૃત કરવા મહાઅભિયાન

“વોટ ચોર ગદ્દી છોડ” ના સૂત્ર સાથે સહી ઝુંબેશનો આરંભ

દેશમાં થતાં ચૂંટણીમાં વોટ ચોરી થાય છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આંદોલનો થયા હતા અને ત્યારબાદ હવે વોટ ચોર ગદ્દી છોડ ના સૂત્ર સાથે સહી ઝુંબેશ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શરૂ કરવામાં

આવનાર છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તથા માજી ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તા. 3 થી 10 સુધી સમગ્ર મોરબી જિલ્લાની અંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી જઈને વોટ ચોરી બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે અને જે લોકો તેમાં સહમત હશે તેમની સહી લેવામાં આવશે અને ત્યારબાદ તે સહીઓને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સુધી પહોંચાડવામાં આવશે
મોરબીના સનાળા રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈ કાલે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, વાંકાનેરના માજી ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, રાજુભાઈ આહીર સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી અને ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે, વોટ ચોર ગદી છોડ ના સૂત્ર સાથે

સમગ્ર ગુજરાતની અંદર લોકોને જાગૃત કરવા માટે થઈને સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે અને તા. 3 થી 10 સુધી મોરબી જિલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય, ચૂંટાયેલ માજી સભ્યો, હદ્દિદારો, કાર્યકર્તાઓ વિગેરે લોકો પાસે જશે અને તેઓને વોટ ચોરી કઈ રીતે થાય છે તેના વિશેની સમજૂતી આપશે અને ત્યારબાદ તેઓ તેમાં સહમત થાય તો તેઓની સહીઓ એકત્રિત કરવામાં આવશે અને મોરબી જિલ્લામાંથી એકત્રિત થયેલ સહીઓને આગામી દિવસોમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણીઓને સોંપવામાં આવશે.
વધુમાં વાંકાનેરના માજી ધારાસભ્ય મહમદજાવેદ પીરજાદાએ જણાવ્યું હતું કે જે રીતે દેશની અંદર રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો તેવી જ રીતે ગુજરાત રાજ્યની અંદર નમૂના રૂપે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની લોકસભા બેઠકમાં આવતી 84 વિધાનસભા બેઠકમાં મતદારોમાંથી રૅડમલી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે 12 ટકા કરતાં વધુ શંકાસ્પદ અથવા તો બોગસ મતદારો હોય તેવું ધ્યાન ઉપર આવ્યું છે અને આ

12 ટકા મત ચૂંટણીના પરિણામ પલટાવવા માટે થઈને ઘણા કહી શકાય તેમ છે. જેથી આ વોટ ચોરીને રોકવા માટે અને લોકોને જાગૃત કરવા માટે હાલમાં કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને જિલ્લાના લોકો દ્વારા વોટ ચોરી બાબતે જે સહીઓ કરવામાં આવશે તેને એકત્રિત કરીને રાષ્ટ્રીય કોંગ્રેસ મારફતે ચૂંટણીપંચ સુધી પહોંચાડવામાં આવશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!