પ્રાંતઅધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું
નગરપાલિકા અધિનિયમ કલમ 259 હેઠળ કલેક્ટરશ્રી કામગીરી કરે તેવો રિપોર્ટ કરવા માંગણી
વાંકાનેર: કોંગ્રેસની યાદી મુજબ આગેવાનો દ્વારા શહેરની પ્રજા વાંકાનેર નગરપાલિકા અણઆવડત અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સંપુર્ણ નિષ્ફળ ગયેલ છે જેમકે વાંકાનેરના મુખ્ય માર્ગોમાં ખાડાઓ ટ્રાફિકની ગંભીર સમસ્યા અને ભુગર્ભ ગટરના ઢાંકણા તુટેલા તથા 



ગંદા પાણીની સમસ્યા છે, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી વાંકાનેર પ્રાંતઅધિકારી સાહેબને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી, ઉપરાંત ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 259 હેઠળ કલેક્ટરશ્રી કામગીરી કરે તેવો રિપોર્ટ કરવા માંગણી કરી પણ કરવામાં આવી છે…
