કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સંમતિથી લાંબા સમયના શારીરિક સંબંધ બળાત્કાર નહીં

સુપ્રીમ કોર્ટ: પ્રેમ સંબંધમાં લગ્ન માટે ના પાડવી એ છેતરપિંડી કે ગુનાહિત કૃત્ય નથી

મુંબઈના બળાત્કારના એક મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. નવી મુંબઈના ખારઘરમાં રહેતા મહેશ દામુ ખરે સામે એક મહિલાએ સાત વર્ષ પહેલાં બળાત્કાર કરવાની ફરિયાદ સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ એન. કોટિસ્વર સિંહની ખંડપીઠ સમક્ષ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ખંડપીઠે કહ્યું હતું કે ‘મહિલા સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ બળાત્કારની ફરિયાદ ન કરી શકે…

પોતાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું લાગે ત્યારે મહિલાએ તરત જ પોલીસ-સ્ટેશનમાં જઈને ફરિયાદ કરવી જોઈએ. વર્ષો સુધી સાથે રહ્યા પછી જ્યારે એકબીજાના સંબંધ સારા ન રહે ત્યારે બળાત્કારની ફરિયાદ ન થઈ શકે. મહિલાએ લાંબા સમય સુધી સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવી છે જે અયોગ્ય છે. આવી ઘટના ચિંતાજનક છે.” આટલું કહીને સુપ્રીમ કોર્ટે ખારઘરના મહેશ ખરે સામેની ફરિયાદ રદ કરવાનો નિર્દેશ પોલીસને આપ્યો હતો અને મહિલાની અરજી ફગાવી દીધી હતી.

પ્રેમ સંબંધમાં લગ્ન માટે ના પાડવી એ છેતરપિંડી કે ગુનાહિત કૃત્ય નથી
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બીજા એક ચુકાદામાં એક ચોંકાવનારા નિર્ણય ફટકારવામાં આવ્યો છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટમાં આત્મહત્યાના કેસમાં સુનાવણી કરવામાં આવી હતી ત્યારે

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, સામાન્ય રીતે તૂટેલા સંબંધો દુઃખ વધુ પહોંચાડે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સંબંધ તોડે છે, તો તે આત્મહત્ય કરવા માટે કોઈ વ્યક્તિને ઉશ્કેરી હોય, તે સાબિત થતું નથી. આ નિર્ણય સર્વોચ્ય કોર્ટમાં ન્યાયાધીશ પંકજ મિથલ અને ન્યાયાધિશ ઉજ્જવવલ ભુઇયાંએ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આત્મહત્યા સાથે જોડાયેલા એક કેસમાં કર્ણાટક હાઇકોર્ટના નિર્ણયને અમાન્ય ગણાવ્યો છે, અને નોંધ્યું છે કે ધારા 417, 306 અને 376 હેઠળ દોષી ગણવામાં આવ્યો કેસમાં આરોપી અને યુવતી છેલ્લા 8 વર્ષથી પ્રેમ કરતા હતા ઘરેલું જીવનમાં વિખવાદ અને મતભેદ સમાજમાં સામાન્ય છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!