વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ મોટો કંપનીમાં રહેતો યુવાન ઓનલાઈન ગેમમાં હારી જતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવેલ હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું…
જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો કંપનીમાં રહેતો અને કામ કરતો પ્રિન્સસિંહ તિલકધારીસિંહ (19) નામનો યુવાનો ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને 
ત્યાંથી વધુ સારવાર માટે તેને જબલપુરની નેશનલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની સુમિતભાઈ સુધીરભાઈ જાટ (33) વોર્ડ બોય નેશનલ હોસ્પિટલ મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે
જુબી લુડો ઓનલાઈન ગેમમાં મૃતક યુવાન 40,000 રૂપિયા હારી ગયો હતો જેથી ટેન્શનમાં આવી જતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી છે..
