વાંકાનેર: તાજેતરમાં હાલ સમગ્ર રાજયમાં પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવતા સ્માર્ટ મીટરના વિરોધમાં વાંકાનેર શહેર, તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હાલમાં સરકાર દ્વારા યુનિટ આધારીત વીજ મીટરો બદલી નવા પ્રિપેઇડ સ્માર્ટ મીટરો નિર્ણય કરેલ છે જેના અનુસંધાને હાલમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ વીજ કંપનીઓ દ્વારા પ્રિપેઇડ વીજ મીટરો લગાડવાની કામગીરી ચાલુ છે.

ઉપરોકત મંડળ દ્વારા આવેદનમાં જણાવેલ છે કે વીજળી પુરી પાડવીએ સેવાનું ક્ષેત્ર હોઇ પહેલા પૈસા ભરો પછી વીજળી વાપરો જેવી વીજ વપરાશ માટે પ્રીપેઇડ મીટર વ્યવસ્થા ન હોઇ શકે

પ્રજાકીય અનુભવો મુજબ વધુ વીજ બીલ આવે છે જે ગ્રાહકોના હીત માટે નુકસાનકારક હોઇ આ તકે વાંકાનેર શહેર, તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ વાંકાનેર દ્વારા પ્રિપેઇડ મીટરો મુકવાના નિર્ણયના વિરોધમાં ડે.કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

