દેરાળાના શખ્સની ફરિયાદ હતી
વાંકાનેર: તાલુકાના દેરાળા ગામના રહીશે બસપા તા: સમી જી.પાટણના એક શખ્સ સામે પ્રિન્સીપાલ સિનિયર સીવીલ કોર્ટ વાંકાનેરમાં ધી નેગોએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરિયાદ કરેલ, જેમાં આરોપીને હાજર થવા પત્રની આરોપીને બજવણી થયેલ હોવા છતા આ કામનો આરોપી નામદાર કોર્ટના નિર્દેશ કરેલ સ્થળ તથા સમયે હાજર નહી થઇ નામદાર કોર્ટના હુકમની અવગણના કરી ગુન્હો કર્યાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર પ્રીન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટના કલાર્ક તરીકે નોકરી કરતા અને ગાયત્રીનગર વાંકાનેરમાં રહેતા ભગીરથસિંહ હરદેવસિંહ ઝાલા (ઉવ.૩૯) એ ફરિયાદમાં લખાવેલ છે કે, હું પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટ, વાંકાનેરના બેન્ચ કલાર્ક ગ્રેડ-ર
તરીકે મારી ફરજ બજાવુ છું અત્રેની કોર્ટના ફો.કે.નંબર ૯/૦૨૦૪ ની નેગોશીયેબલ ઇસ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ વાળા કેસમાં પ્રવિણ ભુપતભાઈ ધરજીયા રહે. દેરાળા (તા.વાંકાનેર) વાળાએ આરોપી મહાદેવભાઈ ખેમાભાઈ યોગી રહે. બસપા તા: સમી
જી.પાટણ સામે ફરિયાદ કરેલ આરોપીને અત્રેની કોર્ટમાંથી જાહેરનામુ બહાર પાડી નામદાર કોર્ટમાં હાજર થવા માટે ફરમાવવામાં આવેલ, આરોપીને (ફોર્મ નંબર-૪) સી. આર.પી.સી.કલમ ૮૨ મુજબના તા: ૨ જાન્યુઆરી ૨૦૨૬ વાળા જાહેરનામાની ધારા સર બજવણી થયેલ છે,
આમ છતાં કોર્ટમાં મુદત સમયે હાજર નહી રહી કોર્ટના હુકમનો અનાદર કરેલ છે. અને આઇ.પી.સી.કલમ ૧૭૪ (એ) મુજબનો પ્રથમ દ્રષ્ટિએ ગુનો કરેલ છે. પોલીસ ખાતાએ ભારતિય ન્યાય સહિતા અધિનિયમ -૦૨૦૩ ની કલમ ૦૯ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

