કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં આજે ક્ષત્રિય સમાજનું સંમેલન

દિગ્વીજયનગરમાં સાંજના ૫-૦૦ કલાકે મળશે

વાંકાનેર : ભાજપની ગણતરી નહીં હોય કે ક્ષત્રિયોનુ આદોલન આટલું બધું અસરકારક સાબિત થશે. માત્ર રાજકોટ લોકસભા વિસ્તાર અને રૂપાલા પૂરતું

સીમિત રહેવાને બદલે આ આંદોલન હવે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે સમાજમાં ઠેઠ નીચે સુધી પ્રસરીને રાજ્યના સિમાડા વટાવી ચૂક્યું છે. ક્ષત્રિયોના મતદાનના

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આંકડા જોઈને નજરઅંદાજ કરી શરુ શરૂમાં ગંભીર ન ગણવાની ભૂલ ભાજપને ભારે પડી રહી છે. જ્યાં જ્યાં ભાજપની સભા- કાર્યાલયોના ઉદઘાટન હોય છે, વિરોધ થઇ રહ્યો છે, આની અસર

માત્ર ક્ષત્રિય સમાજના મતદારો પૂરતી સીમિત રહેવાને બદલે અન્ય સમાજના મતદારોમાં પણ પડશે, આથી હવે ભાજપ ડર્યું છે, પણ હવે બહુ મોડું થઇ ગયું છે. રૂપાલા ‘મારા વાંકે મોદીને સજા ન કરવા’

કરગરે છે, રૂપાલાને ન બદલીને ભાજપે પણ રૂપાલાને પરોક્ષ રીતે સમર્થન આપ્યાનું ક્ષત્રિયો અનુભવે છે. ભાજપે સમજવાની જરૂર હતી કે

ક્ષત્રિયોની સળી ન કરાય. હવે રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે વાંકાનેરમાં આજ રવિવારે

ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગ્રણીઓ ઉપસ્થિત રહીને આગામી સમયના કાર્યક્રમો ઘડી કાઢશે. આ મામલે ક્ષત્રિય સમાજ

દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોનુ આદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આદોલન અનુસંધાને વાંકાનેર રાજપુત સમાજ દ્વારા આગામી ચૂંટણીમાં રણનીતિ નક્કી કરવા માટે

સમગ્ર રાજપુત સમાજનુ એક સંમેલન વાંકાનેર મુકામે કુળદેવી ટ્રસ્ટના મેદાન દિગ્વીજયનગર પેડક વાંકાનેર ખાતે તા. ૨૮ને રવીવારે સાંજના ૫-૦૦ કલાકે બોલાવવામા આવેલ છે. જેમાં પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી અને ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!