વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં ઢોરની ગમાણમાંથી વિદેશી દારૂ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે.
આ અંગે મળેલ માહિતી મુજબ ઠીકરીયાળા ગામના તળાવ નજીક હાથિયા તરીકે ઓળખાતી સીમમાં વાડીએ રહેતો અને અગાઉ દેશી દારૂના ગુન્હામાં પકડાયેલ હીતેશભાઈ પ્રેમજીભાઇ સોરાણી/કોળીની વાડી-પડામાં બાતમી મુજબ રેઈડ કરતા ઓરડીની બાજુમાં આવેલ
ઢોરની ગમાણમાંથી ખાખી કલરના પુઠ્ઠાના બોક્સ તથા પ્લા.ના મોટા બાચકામાંથી ઇંગ્લીશ દારૂની 92 બોટલો મળી આવતા કુલ 25,565 નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કાર્યવાહીમાં અનાર્મ પોલીસ હેડ કોન્સટેબલ મયુરધ્વજસિંહ હરીશચંન્દ્રસિંહ જાડેજા અનાર્મ પોલીસ હેડ કોન્સટેબલ, એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા, પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વીજયભાઈ ડાંગર, રવિભાઈ કલોત્રા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા જોડાયા હતા.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો