કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર ?

સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા કર્મચારીની દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ !

વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. હાલમાં મળતી વિગત અને મીડિયા અહેવાલો મુજબ હાલ શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે અને ઓનલાઈન બદલી કેમ્પ પૂર્ણ થતાં જિલ્લાફેર બદલીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે. જિલ્લાવાર સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ છે જેમાં ચોંકાવનારી માહિતી સામે આવેલ છે.


રાજકોટ કોર્પોરેશનનું બદલીના સિનિયોરિટી લિસ્ટના પેજ નં-૧૩ ના પ્રાથમિક વિભાગની પ્રતીક્ષા યાદીના કર્મ નં-૪ પર રહેલી યાદી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાબેન દશ વર્ષના બોન્ડ પર નોકરીએ લાગેલા હતા. અને વર્ષ-૨૦૨૦

માં એ બોન્ડ આધારિત ફરજ બજાવતા હોય બદલીની અરજી કરી શકે જ નહીં છતાં આ બહેને અરજી કેવી રીતે કરી? અરજી કરી તો તાલુકા શાળાના આચાર્યે અનેક જાતના પ્રમાણપત્રો કેમ આપ્યા ? આ અરજીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સહી-સિક્કા આવે, એ

સહીઓ કેવી રીતે કરી ? એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. ખાસ કરીને સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા કર્મચારીની દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ ! અને પ્રતિક્ષા યાદીમાં નામ ચોથા ક્રમે આવી ગયું ! અને રાજકોટ

પ્રોપરની શાળામાં બદલી પણ થઈ જશે; જેથી કરીને આમાં ભ્રષ્ટાચારીઓએ સરકારે બનાવેલા બદલી માટેના નિયમોનો પણ ઉલાળ્યો કરી નાખ્યો હોય તેવો ઘાટ સામે આવ્યો છે, ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આ બાબતે કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!