આરોપીમાં દશ જણાના નામ અને અન્ય આરોપીઓ
4 લાખનું નુકશાન કર્યાની અદેપરના ખેડૂતની ફરિયાદ
વાંકાનેર: અદેપરના એક ખેડૂતના કબ્જા ભોગવટા વાળી ખેતીની જમીનમાં સતાપરના ૧૦ જણા સામે નામ જોગ અને અન્ય અજાણ્યા ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે અલગ અલગ સમયે ગેરકાયદેસર પ્રવેશ કરી પથ્થરમારો કરી ખેતરના પ્રવેશવાનો દરવાજો તોડી નાખી ફરીયાદી તથા તેમના ઘરના સભ્યો ખેતરમાં કામ કરતા હોય ત્યારે ફરતા ફરી વળી તેમની સાથે ગાળાગાળી કરી ખેતરમાંથી બહાર કાઢી મુકી અલગ અલગ સમયે આ કામના ફરીયાદીના ખેતીની જમીનમા આશરે ૧૨ વીધાના કપાસના ઉભા પાકને કાઢી નાખી આશરે રૂ.૪,૦૦,૦૦૦/-જેટલુ નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ અદેપર રહેતા કિશનભાઇ માધાભાઇ રંગપરા (ઉ.વ.૨૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો ચાર ભાઈ-બહેનમાં હું, અક્ષિતાબેન (જે ઠીકરીયાળા ગામ ખાતે સાસરે છે), પાયલબેન (જે અભેપર ગામ ખાતે સાસરે છે) અને અજીત (ઉ.વ.૨૨) છીએ, મારા દાદા સોમાભાઇ રાણાભાઇ રંગપરાની સતાપર ગામ ખાતે સર્વે નંબર, ૧૧૧ પૈકી ૧૧ તથા સર્વે નંબર.૯૭/૧ પૈકી ૫ તથા ૯૭/૧ પૈકી ૬ વાળી ખેતીની જમીન આવેલ છે,
મારા દાદા સોમાભાઇ રાણાભાઇ રંગપરાએ સને ૨૦૦૪ માં દેવાભાઇ પોલાભાઇ વાણંદ સતાપર ગામની સર્વે નંબર.૧૧૧ પૈકી ૧૧ વાળી સાડા બાર વીધા ખેતીની જમીન ખરીદેલ, તેમજ સર્વે નંબ૨.૯૭/૧ પૈકી ૫ તથા ૯૭/૧ પૈકી ૬ વાળી ખેતીની જમીન સને ૨૦૦૨ માં ગેલાભાઈ મનજીભાઈ કોળી રહે. સતાપર વાળા પાસેથી ખરીદેલ અને ત્યારથી અમો આ જમીનમાં ખેતીકામ કરતા હોય ગઇ તા. ૦૪/૦૮/૨૦૨૫ ના
સવારના અગ્યારેક વાગ્યાના સુમારે હું, મારા પિતા માધાભાઇ, દાદા સોમાભાઈ તથા મારા કાકા ભુપતભાઇ તથા ઘરના સભ્યો સતાપર ગામ ખાતે આવેલ સર્વે નંબર.૧૧૧ પૈકી ૧૧ વાળી જમીનમા ખેતીકામ કરવા માટે આવેલ હોય ત્યારે (1) સતાપર ગામના સરપંચ હિરાભાઈ રતાભાઈ (2) રસીકભાઈ નાગજીભાઈ (3) અજયભાઈ વાલાભાઈ (4) સનાભાઇ લવાભાઈ (5) કરશનભાઈ લખમણભાઈ (6) મનાભાઈ પુજાભાઈ 
(7) કનાભાઇ સોમાભાઇ (8) માલાભાઇ લખમણભાઇ (9) રાજુભાઈ ખીમાભાઈ તથા (10) સંજયભાઈ વાલાભાઈ તેમજ (11) ગામના બીજા અજાણ્યા માણસો આવી અમોને કહેવા લાગેલ કે ‘આ જમીન સતાપર ગામનો ખરાબો હોય અને અહીં ગામની નિશાળ બનાવવાની છે તમે અહી ખેતીકામ કેમ કરો છો?’ તેમ કહી ગાળો આપી અમોને ખેતરની બહાર કાઢી મુકેલ અને બાદ આ બધા માણસો આશરે છ-એક વિઘાનો 
કપાસનો ઉભો પાક કાઢી નાખેલ અને અમોને કહેલ કે ‘હવે પછી આ ખેતરમા ખેતી કરશો તો જીવતા નહી મુકીએ’ તેમ કહી જતા રહેલ
બાદ તા. ૨૦/૦૮/૨૦૨૫ ના રાત્રીના આશરે અગ્યારેક વાગ્યાની આસપાસ મારા દાદા સોમાભાઈ ખેતરે હાજર હોય ત્યારે આ બધા માણસો ફરી અમારા ખેતરે આવેલ અને પથ્થરોના ઘા કરવા લાગેલ અને બાદ અમારા ખેતરમાં પ્રવેશ કરવાનો દરવાજો તોડી નાખેલ અને 
સર્વે નંબર,૧૧૧ પૈકી ૧૧ વાળા ખેતરમાંથી બીજો બે વીધા જેવો ઉભો કપાસનો પાક કાઢી નાખેલ બાદ ફરી તા.૨૧/૦૮/૨૦૨૫ ના રોજ રાત્રીના આ બધા માણસો આવેલ અને બાજુમાં અમારૂ બીજુ સર્વે નંબર,૯૭/૧ પૈકી ૫ તથા ૯૭/૧ પૈકી ૬ વાળુ ખેતર તેમાંથી આશરે ચારેક વિઘાનો કપાસનો ઉભો પાક કાઢી નાખેલ હોવાનુ સવારના ખેતરે આવતા મારા દાદા સોમાભાઇએ વાત કરેલ હતી. આ જમીનની બાજુમાં
ખરાબો આવેલ હોય પરંતુ સદરહુ જમીન સાથણીની હોય જેથી રોજકામ તથા જમીનની માપણી પણ થઇ શકેલ ન હોય અને અમોએ આ બાબતે મામલદારશ્રી વાંકાનેર નાઓને સરકારી જરીફ મારફતે જમીન માપણી માટે અરજી કરેલ હોય તેમ છતાં આ બધા માણસોએ અમારી ઉપરોકત કબ્જા વાળી જમીનમાં અલગ અલગ સમયે પ્રવેશ કરી અમારી સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી 
આપી પથ્થરમારો કરી ખેતરમાં પ્રવેશવાનો દરવાજો તોડી નાખી તેમજ આશરે બાર વીધા કપાસના ઉભા પાક કાઢી નાખી આશરે રૂ.૪,૦૦,૦૦૦/- નુકશાન કરેલ છે, પોલીસ ખાતાએ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૨૫, ૧૨૬(૨), ૩૫૨, ૩૫૧(૨), ૧૮૯(૨), ૧૯૦, ૩૨૪(૫), ૩૨૯(૩) મુજબ ઉપરોક્ત આરોપીઓ સામે ધોરણસર ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
