વાંકાનેર: તાલુકાના દલડી ગામે મકાનનો જુનો જાપો કાઢી નવો જાપો નાખવો હોય જેની માપ સાઈજ કાઢતા હોઈ ત્યારે ગાળો આપી તેમજ ધોકા અને લાકડી વડે માથા પર માર મારી ઈજા તથા અન્યને મુંઢ માર મારવાની ફરીયાદ થઈ છે. ફરિયાદી અને આરોપી કાકા-ભત્રીજા થાય છે…
પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યા મુજબ દલડીના મહેબુબ મામદભાઈ પરાસરા (ઉ.વ.૪૬) ફરીયાદ કરેલ છે કે દલડી ખાતે અમારી માલિકીનુ મકાન આવેલ છે ત્યાં તા. ૦૮/૧૦/૨૦૨૪ ના રોજ સવારે હું તથા મારો ભાઈ નિજામ અમારા મકાનનો જુનો જાપો કાઢી નવો જાપો નાખવો હોય જેથી માપ-સાઈજ કાઢતા હતા, ત્યારે મારા કાકા ઉસ્માનભાઈ હૈયાતભાઇ પરાસરા, ઉર્ફે ગનીભાઈ તથા મારા કાકી જીલુબેન અને તેમનો દિકરો નઇમ એમ ત્રણેય જણા ત્યાં પોતાની ગાડી નંબર GJ 03 HK 7284 વાળી લઈને આવેલ અને મારા કાકા ઉસ્માનભાઇ કહેવા
લાગેલ કે તમો અહી શું કરો છો? અહીં તમારા બાપનુ નથી, અહીં મારા માલિકીના પ્લોટમા જવાનો રસ્તો છે, તેમ કહી ગાળો આપવા લાગેલ અને ઉસ્માનભાઈના હાથમાં ધોકો હતો અને નઈમના હાથમા લાકડી હતી જેના વડે તેણે મને માથામા એક ઘા મારેલ અને માથામાથી એકદમ લોહી નીકળવા લાગેલ અને ઉસ્માનભાઈ તેના હાથમા રહેલ ધોકા વડે મારા ભાઈ નિજામને ડાબા હાથે માર મારતા મુઢ ઈજા થયેલ અને નિજામભાઈના પત્નિ આસિયાનાબેન સાથે જીલુબેને જપાજપી કરી, ગાળો આપેલ અને આ વખતે દુર્વેશભાઈ ઇસ્માઈલ, મુક્તાર અબ્દુલ, ફીરોજ હયાતભાઈ તથા હુસૈન અહેમદ ભેગા થઈ જતા આ ત્રણેય પોતાની ગાડી મુકી ત્યાથી જવા લાગ્યા અને જતા જતા કહેતા હતા કે આપણી માલીકીના પ્લોટમા જવાનો રસ્તો બંધ કરે તો આને મારી નાખવા છે મને તથા મારા ભાઈને મારામારીમા ઈજા થયેલ હોય જેથી અમારી પ્રાઈવેટ ગાડીમાં વાંકાનેર પીર મશાયખ હોસ્પિટલમા દાખલ થઈ સારવાર લીધેલ. મારા માથામા પાંચ ટાંકા આવેલ અને મારા ભાઈ નિજામને ડાબા હાથે મુઢ ઈજા થયેલ, આ બનાવ બાબતે ઉસ્માનભાઈ મારા સગા કાકા થતા હોવાથી જેથી અમો ઘર મેળે સમાધાનની વાતચીત ચાલતી હોઈ પરંતુ સમાધાન થયેલ નથી…