કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

લુણસરના તળાવમા અસંખ્ય માછલીઓના મોત

ઓછા વરસાદને કારણે પાણીની ઘટ અને તળાવમાં કપડા ધોવાતા હોય મૃત્યુ થયા હોવાનું તારણ

વાંકાનેર: તાલુકાના લુણસર ગામે આવેલ તળાવમાં છેલ્લા ત્રણેક દિવસથી માછલીઓના ટપોટપ મૃત્યુ થતા હોય જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવાની સાથે ચિંતા પ્રસરી છે.

ગરબા રમવા જતી બહેનો આટલું ધ્યાન રાખજો

વાંકાનેરથી છેલ્લા ત્રણેક દિવસથી વાંકાનેર તાલુકાના લુણસર ગામમા આવેલ તળાવમાં માછલીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. ખાસ કરીને આજના દિવસમાં અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા તળાવની ફરતે કાંઠાના ભાગે માછલીઓના મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે.

બીજી તરફ ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વર્ષે ઓછો વરસાદ થયો છે ત્યારે ગામના લોકો તળાવના પાણીમા કપડા ધોવા ઉપરાંત ઢોર ઢાંખરને પાણી પાવા માટે આવતા હોય સંભવતઃ તળાવમાં ઓક્સીનનું પ્રમાણ ઘટવાની સાથે બે દિવસથી પડી રહેલા તાપને કારણે પણ માછલીઓના સામુહિક મૃત્યુ થયા હોવાનું મનાય રહ્યું છે. તળાવમાં માછલીઓના ટપોટપ મૃત્યુથી ગામલોકો ચિંતાતુર બન્યા છે.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!