કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભાયાતી જાંબુડિયામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ

તાલુકાના અન્ય ગામોમાંથી પણ દેશી દારૂ ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપી લઈ બે શખ્સોને દબોચી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

દેશી દારૂ અંગેની પ્રથમ કાર્યવાહીમાં ભાયાતી જાંબુડિયા ગામની સીમમાંથી પોલીસે સરકારી ખરાબામાં ભઠ્ઠી ચલાવતા દેવકરણ ધીરુભાઈ સાબરીયાને ઠંડો, ગરમ આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત 4650 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

જ્યારે બીજા દરોડામાં પોલીસે મહેશ કાનાભાઈ ખરગિયાને ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી લઈ દારૂનો આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 2950ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

નવાપરા જી.આઇ.ડી.સી. મચ્છુ નદીના કાઠે આરોપીરવીનાબેન માનસિંગભાઇ જીલીયા રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. ઢુંવા ગામની સીમ વીસનાલા નજીક વરમોરા સીરામીક સામે આરોપી માનુબેન રાયસંગભાઇ વાઘેલા ધુળના ઢગલાઓમા રૂપિયા ૪૨૦ની કિમતના ૨૧ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. ખીજડીયા ગામે નાલા પાસે આરોપી નીલેશભાઇ રવજીભાઇ સોલંકી રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. ઢુવા સેગા સીરામીક પાસે આરોપી રતનબેન સોમાભાઇ માથાસુરીયા બાવળની જાળી પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. તરકીયા ગામની ઝરીયા મહાદેવ વાળી સીમમાં આરોપી ચોથાભાઇ રસાભાઇ ઝરવરીયા રૂપિયા ૫૦૦ની કિમતના ૨૫૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. સમઢીયાળા ગામમાં જાહેર બજારમાં આરોપી મુક્તાબેન ગણપતભાઇ ઇંદરીયા રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!