કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સિંધાવદર પાસે અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી

માટેલ અને વિરપરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ

કુલ રૂ. ૧પ,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર: પોલીસ ખાતાએ માટેલ શીતળાધાર પાસે રહેણાક મકાનના ફળીયામાં દરોડો પાડેલ અને બીજો દરોડો વિરપર વાડીમાં કુવા પાસે પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે….

જાણવા મળ્યા મુજબ માટેલ શીતળાધાર પાસે રહેતા બળદેવભાઈ કેશરભાઈ ધેણોજાએ પોતાના રહેણાક મકાનના ફળીયામાં આવેલ ઓરડીઓમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો લીટર-૨૦૦ કિ.રૂ. ૫૦૦૦/- ના મુદ્દામાલ રેઈડ દરમ્યાન હાજર મળી આવતા ગુન્હો નોંધાયો છે…

બીજો પોલીસ દરોડો વિરપર ગામે વિરપરના ભુરાભાઈ પ્રભુભાઈ દેકાવાડીયા કોળી પોતાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં કુવા પાસે ગેરકાયદેસર દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવતા પોલીસે પકડી દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો લીટર-૪૦૦ કિ.રૂ. ૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડેલ છે અને ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫ એફ મુજબ નોંધેલ છે…

કાર્યવાહી વાંકાનેર તાલુકાના આર્મ પો.કોન્સ શકતિસિંહ દીલીપસિંહ પરમાર, પો. કોન્સ. સામતભાઈ છુછીયા તથા અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!