જીનપરા જકાતનાકા, વીરપર અને ભાયાતી જાંબુડીયામાં કાર્યવાહી
વાંકાનેર : વાંકાનેર શહેરમાં જીનપરા જકાતનાકા નજીકથી પોલીસે બાતમીને આધારે 100 લીટર દેશી દારૂ ભરીને નીકળેલ ઈક્કો કારના ચાલક જયવીરભાઇ વલકુભાઇ ખાચર રહે. સાંઇધામ સોસાયટી થાનરોડ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ રૂપિયા ત્રણ લાખની ઈક્કો કર સહીત 3.02 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
વીરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, ધંધાર્થી ફરાર
તાલુકાના વીરપર ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી બબાભાઈ હકાભાઈ દેકાવાડીયાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ બનાવવાનો આથો 800 લીટર, દેશી દારૂ 210 લીટર, ભઠ્ઠીના સાધનો અને ગેસના બાટલા નંગ-2 સહીત કુલ 9800નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન દેશીદારૂનો ધંધાર્થી બબાભાઈ હકાભાઈ દેકાવાડીયા હાજર નહીં મળી આવતા પોલીસે ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
ભાયાતી જાંબુડીયામાં આથો મળી આવ્યો
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની પાધેડા તરીકે ઓળખાતી સીમમાં વિજયસિંહના કબજા વાળી વાડીમાં પોલીસે દારૂની રેડ કરી હતી, ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો મળી આવ્યો હતો.
જેથી પોલીસે ૧૬૦૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો. જોકે, આરોપી વિજયસિંહ ધનુભા ઝાલા જાતે દરબાર રહે. ભાયાતી જાંબુડીયા વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.