કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વિરપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વિરપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વાંકાનેર: અહીંની તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વિરપર ગામની સીમમાં આવેલ વડીયા વિસ્તારમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે વિરપર ગામની સીમામાં દરોડો પાડી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો અંદાજે 1000 લીટર (કિંમત રૂ. 25,000) તેમજ તૈયાર દેશી દારૂ 45 લીટર (કિંમત રૂ. 9,000) સહિત કુલ રૂ. 34,000ના મુદ્દામાલ સાથે આરોપી વિશાલભાઈ ભરતભાઈ જંજવાડીયા (રહે. જોધપર નદી, તા.જી. મોરબી)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!