ઢુવા અને ગાત્રાળનગર પાસેથી દારૂ સાથે બે આરોપીની ધરપકડ
વિરપર ગામની સીમમાં મોટાપ્રમાણમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂના કારખાના જેવી ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 23,980નો મુદ્દામાલ કબ્જે કરી એકને ઝડપી લીધો હતો. જ્યારે ત્રણ આરોપીને ફરાર દર્શાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં સોરસગો નામે ઓળખાતી સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડતા આરોપી મુકેશ રામજી મકવાણાની વાડીના શેઢે દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી 2000 લીટર ઠંડો આથો, 400 લીટર ગરમ આથો, 80 લીટર ગરમ અને 200 લીટર ઠંડો દેશી દર, ગેસના બાટલા નંગ 6 સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 23,980ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ રામજી મકવાણાની ધરપકડ કરી હતી.
વધુમાં દેશી દારૂ બનાવવાના કારખાના જેવી ગેરકાયદે ભઠ્ઠી ચલાવવામાં આરોપી મુકેશ ઉપરાંત મનીષ રામજી મકવાણા, જયેશ ટોટા અને ગણેશ મોહન મકવાણાના નામ ખુલતા પોલીસે ત્રણેયને ફરાર દર્શાવી ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેરમાં આરોપી તોફીક આદમભાઇ લધાણી ઢુવા-માટેલ રોડ,દ્વારકાધીશ હોટલ પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના પાંચ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી વિભાભાઇ રૂપાભાઇ જખાનીયા સિંધાવદર ગાત્રાળનગર કેનાલના નાલા પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના પાંચ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

