કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વીરપર- ભીમગુડાના રસ્તેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વીરપર- ભીમગુડાના રસ્તેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ઓળ ગામનો આરોપી પકડાયો: વિરપરનો ભાગ્યો

વાંકાનેર: તાલુકાના વીરપર ગામથી ભીમગુડા જવાના રસ્તે આવેલ પાણીના ખાડા પાસે ખરાબામાં પોલીસખાતાએ રેઇડ પડી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડેલ છે….

જાણવા મળ્યા મુજબ તાલુકાના (૧) ઓળ ગામના રામજી મંદિર પાસે રહેતા ડાયા મનજીભાઇ વિંઝવાડિયા અને (ર) ભુદરભાઈ ચોથાભાઈ ડાંગરોચા રહે. વિરપર તા.વાંકાનેર વાળાઓએ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી ઓળ ગામના ડાયાભાઈ રેઇડ દરમ્યાન હાજર મળી આવી પકડાઈ જઈ રેઈડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૫૦૦/- તથા ઠંડો આથો લીટર-૪ ૦૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ગરમ દેશી દારૂ લીટર-૪૦ કી.રૂ.૮,૦૦૦/- તથા ભઠ્ઠીના સાધનો કિંમત રૂ.૫૭૦૦/- મળી

કુલ રૂ.૨૬,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી તેમજ વિરપરના ભુદરભાઈ સ્થળ પરથી નાસી જઈ બન્ને આરોપીઓએ ગુન્હો કરવામા એકબીજાને મદદગારી કરી ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલ૬૫(બી) (સી)(ડી)(ઈ)(એફ), ૮૧ મુજબ ,નોંધાયો છે. કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અના.પો.કોન્સ રાજેશભાઈ ફુલાભાઈ પલાણી, એ.એસ.આઈ. ચમનભાઈ ડાયાભાઈ ચાવડા, પો.કોન્સ.સામતભાઈ રાયધનભાઈ છુછીયા તથા શકતીસિંહ દીલીપસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

પ્રક્રિયા અધૂરી છોડશો નહીં

Content Copying Forbidden !!

error: Content is protected !!