વાંકાનેર: જીનપરા જકાતનાકા બાઉન્ટ્રી નેશનલ હાઈવે તરફથી એક છોટાહાથી આવતા ગાડી રજી.નંબર-GJ-03-BY-54665466 વાળી રોકીને પોલીસ ખાતાએ દેશી દારૂ મળી આવતા કાર્યવાહી કરેલ છે.
જાણવા મળ્યા મુજબ બાતમીના આધારે જીનપરા જકાતનાકા પાસે પોલીસ સ્ટાફે બાઉન્ટ્રી તરફથી છોટાહાથીમાં આવતા વાહનમાં પ્લાસ્ટીકના બાચકા અને બુંગીયામાં દેશીદારૂ ભરેલ મળી આવતા
(1) વકીભાઈ બટુકભાઈ સોલંકી (ઉ.વ.૩૦) રહે. રાજકોટ પોપટપરા સેન્ટ્રલ જેલ પાછળ તથા (2) ભરતભાઈ હરીભાઈ જાડેજા (ઉ.વ.૫૨) રહે. રાજકોટ કુબલીયાપરા શેરી નં-૫
મુદામાલ રૂ. ૧૦૬૪૦૦/- સાથે પકડાઈ જતા આરોપીઓએ સામે પ્રોહિ. એકટ કલમ ૬૫ઈ, ૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો નોંધી પોલીસખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે.