વિશિપરામા રહેતા સિકંદર રાયધનભાઈ મોવર નામના શખ્સ સામે કાર્યવાહી
મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે વાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી બાતમીને આધારે વાંકાનેર શહેરમાં રહેતા એક શખ્સને દેશી બનાવટની મેગજીન વાળી પિસ્તોલ અને જીવતા 3 કારતુસ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.




પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઢુવા ચોકડી નજીક એક શખ્સ હથિયાર સાથે ઉભો છે, જે બાતમીને આધારે ઢુવા ચોકડી પાસે આવેલ નાગરાજ પાન એન્ડ ટી સ્ટોલ પાસે ઉભેલ વાંકાનેરના વિશિપરામા રહેતા સિકંદર રાયધનભાઈ મોવર નામના શખ્સને ઝડપી લઈ તલાશી લેતા આરોપીના કબ્જામાંથી એક દેશી બનાવટની મેગજીન વાળી પિસ્તોલ કિંમત રૂપિયા 10,000 અને 3 જીવતા કારતુસ કિંમત રૂપિયા 300 મળી કુલ 10,300નો મૂદામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી સિકંદર વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શમ હેઠળ પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ હૂંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ કુગસિયા સહિતના સ્ટાફે કરી હતી.