10 દિવસ પહેલા જ લાકડધાર નજીકના કારખાનામાં કામે આવ્યા હતાં
યુવતીની લાશ ઉતારી બાદમાં યુવાન પણ લટકી ગયો
વાંકાનેર: તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવક અને યુવતીએ એક જ રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેથી વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવક અને યુવતીના પરિવારજનને આ બનાવની જાણ કરી તપાસ હાથ કરી છે.





વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં ટોરીસ બાથવેર નામના કારખાનાની લેબર કોલોનીમાં લેબર ક્વાર્ટરની અંદર રહેતા મમતાબેન સાલકરામ ઉઇકે (ઉ.20) રહે મૂળ સોનાઘાટી મધ્યપ્રદેશ તથા મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે (ઉ.23) રહે. મૂળ નઈગામ મધ્યપ્રદેશ વાળાએ વારાફરતી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.








જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મમતાબેન અને મહેન્દ્રભાઈ બંને એક જ રૂમની અંદર લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા હતા અને કોઈ કારણોસર બંને વચ્ચે મનદુખ થયું હતું.






પ્રથમ મમતાબેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારબાદ મહેન્દ્રભાઈએ મમતાબેનની લાશને નીચે ઉતારીને મમતાના મોતનું તેને મનોમન લાગી આવતા મહેન્દ્રભાઈએ પણ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવક અને યુવતીનું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.ભરગાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાન અને યુવતી બંને દસેક દિવસ પહેલા અહીં કામ માટે થઈને આવ્યા હતા અને તે બંને એક જ ક્વાર્ટરની અંદર રહેતા હતા જો કે, તેઓ લગ્ન થયેલ હોવાનો કોઈ પુરાવો મળેલ નથી જેથી આ બનાવની મૃતક યુવક અને યુવતીના પરિવારને જાણ કરતા તેમના પરિવારજનો મોરબી આવવા માટે રવાના થયેલ છે…
