ત્રણ પુત્ર અને એક પુત્રીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી: કારણ અકબંધ
વાંકાનેર તાલુકાના વરડુસર ગામે છૂટક ખેતમજૂરી કરતા દંપતીએ અગમ્ય કારણોસર સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા નાના એવા વરડુસર ગામમાં અરેરાટી મચી જવા પામી છે.સાથે જ દંપતિના આત્યંતિક પગલાંથી ત્રણ પુત્ર અને એક પુત્રીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે છૂટક ખેત મજૂરી કરી જીવનનિર્વાહ કરતા મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગઢડા ગામના રહેવાસી રામજીભાઇ ગાંડુભાઇ ચૈાહાણ અને તેમના પત્ની સોનલબેન રામજીભાઇ ચૈાહાણે ગત.તા.22ની રાત્રી દરમિયાન વરડુસર ગામની સીમમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં પ્રથમ રામજીભાઈ બાદ સોનલબેને પણ દમ તોડી દીધી હતો.
વધુમાં મૃતક રામજીભાઇ ગાંડુભાઇ ચૈાહાણને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું અને બધા સંતાનો વાંકાનેરના ઢુંવા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં મજૂરીકામ કરતા હોવાનું તેમના વચેટ પુત્ર ભરતભાઈએ જણાવ્યું હતું. જો કે, માતાપિતાના આપઘાતને કારણે નોધારા બનેલા ભરતભાઈએ જણાવ્યું હતું કે, માતાપિતા છેલ્લા એકાદ માસથી છૂટક ખેતમજૂરી કરતા હોવાનું જણાવ્યું હતું, અગાઉ રામજીભાઈ અને સોનલબેન સંતાનો સાથે જ કારખાનામાં મજૂરીકામ કરતા હોવાનું જણાવ્યું હતું. હાલ તપાસનીશ પોલીસ અધિકારીએ પણ મૃત્યુ અંગેનું કોઈ કારણ જાણવા ન મળ્યું હોવાનું જણાવ્યું હતું.