કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાહનમાં થયેલ નુકશાનનો વીમો ચૂકવવા કોર્ટનો આદેશ

નવા ઢુવા ગામના વતનીની તરફેણમાં ગ્રાહક તકરાર કોર્ટનો ચૂકાદો

વાંકાનેરના નવા ઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનું વાહન જાંબુડીયાથી બંધુનગર જતુ હતું, ત્યારે અકસ્માત થયો હતો; વીમાકંપનીએ વીમો આપવાની ના પાડતાં વિજયભાઇ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી અને ગ્રાહક અદાલતે ગ્રાહકને ૫૪,૮૨૦ ઉપરાંત ૫૦૦૦ ખર્ચના ૬ ટકા વ્યાજ સાથે તા. ૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનુ વાહન જાબુંડીયાથી બંધુ નગર જતા રસ્તામાં અકસ્માત થતાં વાહનને નુકશાન થયેલ. તેમનો વીમો રીલાયન્સ જનરલ ઇન્સ્યુ. નો હતો. વીમા કંપની એમ કહેલ કે ડ્રાઇવરને લાગેલ નથી અને જે બીલો રજુ કર્યાં છે, તે સાદા કાગળમાં છે; માટે વીમો મળે નહી. ગ્રાહક અદાલતે જણાવેલ કે, ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી. અને ગ્રાહકે જે બીલો રજુ કરેલ તે માન્ય રાખેલ. ગ્રાહકે વીમો ભરેલ છે, માટે વીમા કંપનીએ વીમો આપવો જોઇએ. અદાલતે ગ્રાહકને ૫૪,૮૨૦ અને પાંચ હજાર ખર્ચના ૬ ટકા વ્યાજ લેખે તા.૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબી જીલ્લામાં કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) અને મંત્રી રામભાઇ મહેતા (૯૯૦૪૦ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો, તેવું જણાવ્યુ છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!