કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સણોસરાના યુવાનની ફરિયાદ નોંધવા કોર્ટનો હુકમ

રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ અને SPGનાં સભ્ય સહિત સહિત 4 સામે કોર્ટના આદેશ બાદ નોંધાતો ગુનો

વાંકાનેર: કુવાડવા પાસે સણોસરા ગામે ગત તા.17 માર્ચના રોજ એક યુવાનને માર મારતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનામાં કુવાડવા પોલીસ મથકમાં ચાર શખ્સો વિરૂધ્ધ અરજી કરવામાં આવી હતી. બનાવમાં આરોપી ચેતન કથીરિયા તાલુકા પંચાયતનો પ્રમુખ હોય તેમજ જસ્મીન પીપળીયા એસપીજીમાં હોય જેથી

પોલીસે પગલાં લીધા ન હતાં અને બન્ને પક્ષે સમાધાનની વાતો ચાલતી હતી ત્યારે આ બનાવમાં સમાધાન ન થતાં મુસ્લીમ યુવાને કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેથી કોર્ટે તા.26 એપ્રિલના રોજ ફરિયાદ કરવા પોલીસને આદેશ કરતાં અંતે યુવકને ફરિયાદ લઈ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં મુસ્લિમ યુવકને જુના ઝઘડાનો ખાર રાખી અને હોર્ન વગાડવા મામલે ઝઘડો કરી ચાર શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી પગ ભાંગી નાખ્યા હતાં. બનાવની વિગતો મુજબ,

સણોસરા ગામે રહેતા અને ખેતીકામ કરતા ઇલ્યાસભાઈ રહીમભાઈ શેરસીયા (ઉ.વ.40)એ રવિચંદુ કથિરિયા, ચેતન ચંદુ, એજાજ હુશેનભાઈ ભુંવર અને જસ્મીન પીપળીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ઇલ્યાસભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગઈ તા.17/ 3 ના રોજ વાડીએ ગયા હતા. દવા છાંટવાની હોય માટે સાથે કામ કરતો મુકેશ ગામમાં કે.જી એન એગ્રો નામે દુકાને ગયા હતાં. ત્યાં ગામના ચેતન અને રવિ દુકાને આવ્યાં અને ગાળો બોલવા લાગ્યાં હતાં.
તેમજ

તુ શેરીમાં હોર્ન બહુ વગાડે છે. કહી ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ આરોપીઓ કહેતા હતા કે આજે તને મારી જ નાખવો છે. આ બનાવમાં એજાજ પણ ત્યાં આવ્યો હતો અને ગાળો આપતો હતો. આરોપી જસ્મીને પણ પગથી પાટા માર્યા હતાં. તેવામાં માણસો એકઠા થઇ જતાં આરોપીઓ ત્યાંથી ભાંગી ગયા હતાં. આ બનાવ અંગે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યું હતું કે આરોપી તરીકે રહેલો ચેતન કથીરિયા તાલુકા

પંચાયત પ્રમુખ હોય તેમજ જસ્મીન પીપળીયા એસપીજીમાં હોવાથી આ મામલે પોલીસે કોઈ નક્કર પગલાં લીધા ન હતાં અને બન્ને પક્ષ વચ્ચે સમાધાનની વાતો થતી હતી તેવામાં સમાધાન ન થતાં ફરિયાદી સણોસરાના ઇલ્યાસભાઈ તા.9 એપ્રિલના રોજ કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોર્ટે પુરાવાઓ ધ્યાને રાખી તા.26-4નાં રોજ ચારેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવા પોલીસને આદેશ કર્યો હતો. જેથી કુવાડવા પોલીસ મથકના પીઆઈ વી.આર.રાઠોડની રાહબરીમાં પીએસઆઈ ભગોરા અને સ્ટાફે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!