કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી

અત્યાર સુધી નોંધણી માટે કોર્ટની મંજૂરીનો આગ્રહ રખાતો હતો

સગીરનો હક હિસ્સો નક્કી હોય તો જ કોર્ટની મંજૂરી લેવાની રહેશે

ગુજરાતમાં સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી. સગીર વતી દસ્તાવેજોમાં કોર્ટની મંજૂરીની જરૂર નથી. તેમાં નોંધણી સર નિરીક્ષક અને સુપરિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પનો પરિપત્ર છે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

સગીરનો હક હિસ્સો નક્કી હોય તો જ કોર્ટની મંજૂરી લેવાની રહેશે. ગુજરાતમાં હવેથી સગીરના પ્રતિનિધિ વતી થતા દસ્તાવેજની નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓ કોર્ટની પરવાનગી રજૂ કરવાનો આગ્રહ કરી શકે નહી. રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવને એક પરિપત્ર કર્યો છે. જેમાં સબ રજિસ્ટ્રારોને ‘જ્યારે સ્થાવર મિલકતની પરિવારના સભ્યો વચ્ચે વહેંચણી થઈ હોય અને સગીરનો હક-હિસ્સો નક્કી થયો હોય તેવા કિસ્સામાં જ કોર્ટની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે’ એવી સૂચના આપી છે.

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સગીર વતી રજૂ થતા દસ્તાવેજોની નોંધણી માટે અત્યાર સુધી કોર્ટની પરવાનગી ફરજિયાત હતી. દસ્તાવેજોમાં મિલકતના માલિક જો સગીર હોય તેવા કિસ્સામાં સબ રજિસ્ટ્રારો અરજદારો પાસે કોર્ટની પરવાનગી માંગતા હતા. પરંતુ, હાઈકોર્ટે આવા એક કિસ્સામાં ”જો સગીરના હક્કનું વેચાણ કરવા માટે કોર્ટની પરવાનગી લેવાની રહેતી નથી” એવો ચૂકાદો આપ્યો હતો. આ ચુકાદાનો અમલ કરવા માટે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.

કચેરીઓમાં ધક્કા તેમજ સમયના વેડફાટમાંથી મુક્તિ

આ નિર્ણયથી સગીર વતી સ્થાવર મિલકતના વેચાણ, હસ્તાતંરણ દસ્તાવેજ રજૂકર્તા પ્રતિનિધિને કોર્ટની ફી, વકીલ ફી સહિતના ખર્ચા, કચેરીઓમાં ધક્કા તેમજ સમયના વેડફાટમાંથી મુક્તિ મળશે. સામાન્ય અંદાજ પ્રમાણે સગીરનો વણવેચાયેલો હક- હિસ્સો તબદીલ થતો હોય તેવા કિસ્સામાં કોર્ટની પૂર્વ મંજૂરી મેળવવા રૂપિયા 50 હજારથી લઈને એક લાખ ઉપરાંત ખર્ચો થતો હોય છે. હવેથી, આવા ખર્ચ અને સમય બેઉમાં બચત થશે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!