6 જગ્યા માટે સ્નાતક ડીગ્રી/કોમ્પ્યુટરની ડીગ્રી/સર્ટીફીકેટ/જ્ઞાન જરૂરી
મોરબી જિલ્લા અદાલત, મોરબી ખાતે ડીઝીટાઈઝેશન કામગીરી માટે કરાર આધારીત સ્ટાફની કુલ- ૦૪ જગ્યાઓ માટે સ્નાતક ડીગ્રી ધરાવતા તેમજ કોમ્પ્યુટરની ડીગ્રી/સર્ટીફીકેટ/જ્ઞાન ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી ચાલુ કામકાજના દિવસોએ સવારના ૧૧-૦૦ થી સાંજે પ-૩૦ વાગ્યા વચ્ચે તારીખ:૨૮/૦૪/૨૦૨૫ સુધી જિલ્લા અદાલત, “ન્યાય મંદિર” મોરબી ખાતે રૂબરૂ અથવા ઈ-મેઈલ દવારા અરજી મંગાવવામાં આવી છે. કોમ્પ્યુટર વિષયમાં ડીગ્રી ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે.
આ સાથે મોરબી તાબાની અદાલતો વાંકાનેર તથા હળવદ ખાતે આવેલ ઈ-સેવા કેન્દ્રના ઈન્કવાઈરી કાઉન્ટર માટે કરાર આધારીત સ્ટાફની બંને ઈ-સેવા કેન્દ્ર ખાતે એક-એક જગ્યા માટે સ્નાતક ડીગ્રી ધરાવતા તેમજ કોમ્પ્યુટરની ડીગ્રી/સર્ટીફીકેટ/જ્ઞાન ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી ચાલુ કામકાજના દિવસોએ સવારના ૧૧-૦૦ થી સાંજે પ-30 વાગ્યા વચ્ચે તારીખ:૨૮/૦૪/૨૦૨૫ સુધી જિલ્લા અદાલત, “ન્યાય મંદિર” મોરબી ખાતે રૂબરૂ અથવા ઈ-મેઈલ દ્વારા અરજી મંગાવવામાં આવે છે. એલ.એલ.બી. ડીગ્રી અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે..
કોઈપણ ઉમેદવાર દ્વારા રજુ કરવામાં આવેલ અરજી કોઈપણ કારણો દર્શાવ્યા વિના રદ કરવાનો અબાધિત અધિકાર આ કચેરીને રહેશે અને અરજી કરનાર ઉમેદવારોને કચેરીના વખતો વખતના હુકમો બંધનકર્તા રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.
મેલ આઈડી: dcourt-mrb@gujarat.gov.in