ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું
વાંકાનેરના મૂળ રહેવાસી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે, તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. જો કે, વૃદ્ધને સમયસર તેની જાણ થઈ જતાં તેને જમીનનું કૌભાંડ આચારનાર બે મહિલા સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વાંકાનેર સિટી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ટીપર દિલીપસિંહ ઝાલાનું નામ સામે આવ્યું હતુ; જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. દિલીપસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે મોરબી સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી તેને ના મંજૂર કરવામાં આવી છે.




આ કેસમાં અગાઉ પકાયેલ આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીને રિમાન્ડ પૂરા થયા પછી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તે આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીને વાંકાનેરના અરણીટીંબા ગામે રહેતા દિલીપસિંહ અભેસિંહ ઝાલા નામના શખ્સ જમીન બતાવી હતી, જેથી કરીને આ ટીપરને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી. જો કે, તેને આગોતરા જામીન લેવા માટે મોરબી સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. તેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને આગોતરા જામીન માટેની અરજીને નામંજૂર કરવામાં આવી છે, તેવું તપાસનીસ અધિકારી કે.સી. છાસિયા પાસેથી જાણવા મળેલ છે.