કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જીનીંગ પેઢી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝની તરફેણમાં કોર્ટ ચુકાદો

જેની પર ભરોસો કર્યો એવા સગા જ સામે થયાનો કિસ્સો

રાજકોટ: વાંકાનેરમાં જડેશ્વર રોડ પર આવેલ એક વખતની પ્રખ્યાત જીનીંગ પેઢી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝના જોબનપુત્રા પરિવારની તરફેણમાં ચુકાદો આવતા સામાવાળાને પાંચ કરોડ આપવા ઉપરાંત એક વર્ષની જેલ સજાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝનું વાંકાનેરમાં બહુ ઊંચું નામ અને ઊંચી શાખ હતી ….

આજના અકિલા દૈનિકનો અહેવાલ જણાવે છે કે ફરીયાદની વિગત મુજબ વાંકાનેરમાં આવેલી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીમાં મહેશભાઈ જોબનપુત્રા સહિત ત્રણ ભાઈઓ વિગેરે ભાગીદાર છે. સદરહુ ઈન્ડસ્ટ્રીઝ એન.પી.એ. થતાં નાગરિક બેંક દ્વારા ભાગીદારી પેઢીની મિલ્કતનું ઓકશન થનાર હતું, પરંતુ ભાગીદારી પેઢીના ભાગીદારોને પેઢીની ગુડવીલ અને મિલ્કત બચાવવા જે તે ઈન્ડસ્ટ્રીઝની મિલ્કત ઓકશનમાં કોઈપણ સગા મિલ્કત ખરીદી લે તેવી ઈચ્છા હતી. તેના માટે જોબનપુત્રા ફેમીલીએ કુટુંબના સભ્યો પાસેથી આર્થિક વ્યવસ્થા કરી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝના અન્ય ભાગીદાર અજય હરગોવિંદભાઈ જોબનપુત્રાના સાળા જીલેશ કાતીભાઈ અનડકટ, ઠે. આરાધના બિલ્ડીંગ, હોટેલ કે.કે.ની બાજુમા, કાલાવાડ રોડ, રાજકોટનાને નજીકના સગા માની નાગરિક બેંકના ઓકશનમાં તેના નામનું ટેન્ડર ભરી ઉભા રાખેલ અને ટેન્ડર માટેની તથા પ્રાથમિક અર્નેસ્ટ મનીની રકમ જોબનપુત્રા ફેમીલીએ ભેગી કરી આપેલ,

ત્યારબાદ નાગરિક બેંકના ઓકશનમાં સૌથી ઉંચી ભીડ બોલી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝની મિલ્કત ફેકટરી તથા મશીનરી જીલેશ ઉનડકટના નામે ખરીદી લેવાયેલ અને તેના અવેજ માટે બેંકમાં નવી લોન કરવામાં આવેલ. આ લોન પણ તબકકે તબકકે જોબનપુત્રા ફેમીલીએ બેંકમાં ભરપાઈ કરી આપેલ. બેંકનું તમામ લેણું ભરપાઈ થઈ ગયા બાદ જીલેશ ઉનડકટની દાનતમાં ખોટ આવતા તેઓએ સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝની વાંકાનેર મુકામે આવેલી સ્થાવર મિલ્કત તથા માલ મશીનરી ત્રાહિતને કરોડો રૂપિયામાં વેંચી નાખેલ. જે બાબતે ફરીયાદીઓને જાણ થતા નજીકના સગાઓને સાથે રાખી મીટીગ કરી, આરોપીએ વેંચી નાખેલ મિલ્કતના અવેજમાંથી રૂા. ૫,૦૦,૦૦,૦૦૦ ફરીયાદી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝ તથા તેના ભાગીદારોને આપવાનું નકકી થતાં જીલેશ ઉનડકટે ફરીયાદી પેઢીની તરફેણમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લી. પરાબજાર શાખાનો રૂા. ૫,૦૦,૦૦,૦૦૦ નો ચેક ઈશ્યુ કરી આપેલ.

જે ચેક વસુલાત માટે બેંકમાં રજુ રાખતા પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅરના શેરા સાથે પરત ફરેલ. ત્યારબાદ ફરીયાદીએ તહોમતદારને નોટીસ પાઠવી ચેક ડીસઓર્નરની જાણ કરી, ડીસઓનર થયેલ ચેકની રકમની ડીમાન્ડ કરેલ. તે નોટીસ આરોપીને બજી જતાં તેણે ઉડાઉ જવાબ આપેલ. પરંતુ ચેકની રકમ ચુકવવા દરકાર કરેલ નહીં. જેથી રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ.નવાપરામાં મારામારીમાં મહિલાને ઇજા: સારવારમાં

ઉપરોકત ફરીયાદમાં લંબાણપુર્વક બંન્ને પક્ષએ પુરાવો મુકવામાં આવેલ. જેમાં આરોપી પક્ષકારો વચ્ચેનો વ્યવહાર કે પોતાના ચેકની લેતીદેતી નકારી શકેલ નહીં. પરંતુ અન્ય વાહીયાત વાંધાઓ આગળ ધરી કોર્ટને ગુમરાહ કરવા પ્રયાસ કરેલ. ઉપરોક્ત કેસમાં કોર્ટએ ઠરાવેલ છે કે, ફરીયાદીનું લીગલ ઓબ્લિગેશન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યાનો સ્થાપિત થાય છે. તેવું ઠરાવી કોર્ટએ આરોપી જીલેશ ઉનડકટને કસુરવાર માની રૂા. ૫,૦૦,૦૦,૦૦૦/- ફરીયાદીને હુકમની તારીખથી એક માસમાં ચુકવવા તથા એક વર્ષની જેલ સજાનો હુકમ કરેલ છે. અને તેવી રકમ ચુકવવામાં કસુર કરે તો વિશેષ એક વર્ષની જેલ સજા ભોગવવાની રહેશે તેવો હુકમ કરેલ છે. ઉપરોકત કામમાં ફરીયાદી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝ (વાંકાનેર) વતી એડવોકેટ દરજજે વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમા ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!