વાંકાનેર: ગઈ રાત્રીની ગાયને પ્રસૂતિ પીડા ઉપડેલ બાદમાં 1962 ની ટીમને સવારે કોલ કરેલ જે આવીને ચેક કર્યું તો ગાયને પેટમાં બે માથા વાળું બચ્ચું હોય તેને સીઝીરિયન કરીને કાઢ્યું અને ગાય નો જીવ બચાવ્યો હતો…
વાંકાનેરના માટેલ ગામ નીચે આવતા ૧૦ ગામ દીઠ સારવાર આપતા પશુ દવાખાના ૧૯૬૨ ની અંદર આવતા મકતાનપર ગામમાં દશરથભાઈ કુવરાભાઈ પાચિયાના ઘરે ગાયના વિયાણમાં તકલીફ થતા ઘણા બધા પ્રયત્નો બાદ પણ નોર્મલ વિયાણ ના થતા અંતના છેડે ૧૯૬૨ની ટીમ બોલાવીને સિજેરિયન કરી ૩ કલાકની જહેમત બાદ કુદરતી ખોડ-ખાપણ વાળુ બે માથાવાળું બચ્ચું બહાર કાઢવામાં આવ્યું. બચ્ચું બહાર કાઢી તપાસતા જે મૃત હતું પરંતુ બે માથા હોવાને કારણે ગામમાં કુતહુલ સર્જાયું હતું…
આ ડોક્ટરની ટીમે ભારે જહેમત બાદ ગાયનું સિઝેરિયન કરીને ડિલિવરી કરાવી હતી, જેમાં બચ્ચું તો મૃત હતું પરંતુ ગાયને બચાવી લેવામાં આવી છે. ગાયના પેટે ટાંકા લેવામાં આવ્યા છે અત્યારે ગાય સંપૂર્ણ ભાનમાં છે તેમને શરૂઆતના અમુક દિવસ ખોરાક નહીં આપવામાં આવે પછી હળવે હળવે ઝડપથી પચે તેઓ ખોરાક આપવામાં આવશે તેવુ ડોક્ટરની ટીમનું કહેવું છે. આ કામગીરી ડો. શેરસિયા રિયાજુદીન અને ડો. આદિલ બાદી તથા પાયલોટ કમ ડ્રેસર ધનજીભાઈ અને પ્રવીણભાઈ સાગઢિયાએ કરી હતી…