કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા 2 બળદને ગૌરક્ષકોએ બચાવ્યા

મોરબીની વાવડી ચોકડી પાસેનો બનાવ

બળદો ધિયાવડ વણઝારાથી ભરવામાં આવ્યા હતા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલો બોલેરો ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં બે બળદને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી વાહન અને અબોલજીવ મળીને 4,59,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાહનમાં બેઠેલા બે શખ્સને પકડવામાં આવ્યા હતા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને 4 શખ્સોની સામે ગુનો નોંધાયો છે.મોરબીના ગૌરક્ષકોની ટીમને મળેલ હકીકતના આધારે બાયપાસ રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે વાવડી ચોકડી પાસેથી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 10 ટીએચ 2590 ત્યાંથી પસાર થઈ રહી હતી જેને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાં બે બળદને કુરતાપૂર્વક બાંધીને લઈ જતા હતા જેથી 9000 રૂપિયાની કિંમતના બે અબોલજીવ તથા 4.5 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 4,59,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવ સંદર્ભે મોરબીમાં આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા હિતરાજસિંહ હરૂભા પરમાર (26) એ ફરિયાદ નોંધાવતા પોલીસે વાઘજી નાનજીભાઈ તલવાડીયા (31) અને નાથા ઉર્ફે નથુ જસમતભાઈ તલવાડીયા (45) રહે. બંને ચાચાપરને પકડ્યા છે તેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રમેશભાઈ રામાભાઇ બાવરીયા રહે. ધિયાવડ વણઝારા તાલુકો વાંકાનેર ખાતેથી બંને બળદને વાહનમાં ભરવામાં આવ્યા હતા અને મોબાઈલ નંબર 9737309470 વાળા ને ત્યાં ઉતારવા માટે જતા હતા તેવું સામે આવ્યું છે.જેથી હાલમાં કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી, ચોટીલા, લીમડી, રાજકોટ, વાંકાનેર અને વિરમગામના ગૌરક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી અને પોલીસનો પણ સારો સહકાર મળ્યો હતો તેવું ગૌરક્ષકોએ જણાવ્યુ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!