વાંકાનેર: હાઈવે રોડ પર હસનપર ઓવરબ્રિજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાતીદેવરી ગામે રહેતા યુવાન અને તેની દીકરીનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે…
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા રમેશભાઈ ગાંડુભાઈ પરબતાણી (52) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 36 વી 2233 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનો દીકરો મયુર રમેશભાઈ પરબતાણી (24) પોતાના બાઇક નંબર જીજે 12 બીકે 8195 ઉપર પોતાના પત્ની અને બે દીકરીઓ સાથે વાંકાનેર નજીક નેશનલ હાઈવે રોડ ઉપર
હસનપરના ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાં કોઈપણ જાતનું આડસ કે સિગ્નલ રાખ્યા વગર ઊભો રાખ્યો હતો જેની સાથે ફરિયાદીના દીકરાનું બાઈક અથડાયું હતું અને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના દીકરા મયુરભાઈ (24) તથા ફરિયાદીની પૌત્રી પ્રીતિ (5) નું મોત નીપજયું હતું અને ફરિયાદીના પુત્રવધૂ ભાવુબેન (23) તથા પૌત્રી હેમાંશી (1)ને ઇજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતા આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે નોંધાવેલ છે…