કિડીઝલેન્ડ અને જ્યોતિ સ્કૂલનો સંચાલક મેહુલ શાહ
બોગસ લેટર હેડ બનાવી ખોટા કામ કરતો હતો
એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હોવાનો ખુલાસો
ખુદને ડિપાર્મેન્ટ ઓફ સાયન્સ અને રિસર્ચ ડેવલપમેન્ટનો ચેરમેન ગણાવતો
કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું હતું
વાંકાનેરમાં છેતરાયેલા લોકોએ ડરવાની જરૂર નથી, છેતરાયેલા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે
વાંકાનેર: અહીંની જ્યોતિ સ્કૂલનો સંચાલક મેહુલ પરિમલ શાહની અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીનો ગુન્હો નોંધી ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી હોવાના ટીવી અહેવાલો પ્રસારિત થયા છે. વાંકાનેરમાં અહીંના (ખાસ કરીને) મોમીન અને કોળી સમાજના વિદ્યાર્થીઓને ધોરણ દશમાં પાસ કરાવવાની લાલચ આપી પૈસા પડાવ્યા છે કે કેમ, વિદ્યાર્થીઓની ફી ઓહિયાં કરી છે કે કેમ, પીએસઆઇની નોકરી અપાવવાની લાલચ આપી રકમ પડાવી છે કે કેમ, રાષ્ટ્રપતિએ ભારત રત્ન અર્પણ કર્યાના ખોટા સમાચાર પ્રસારિત કરાવી રોફ જમાવી કરતૂતો આચર્યા છે કે કેમ આ અંગે જો ક્રાઇમ બ્રાન્ચ વાંકાનેરમાં તપાસ કરે તો ઘણા ગોટાળા નીકળે તેવી સંભાવના છે. જ્યારથી ટીવી માં આ અંગેના સમાચાર પ્રસારિત થયા છે ત્યારથી તેમની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતા પ્રસરી છે
એબીપી ન્યૂઝના સમાચાર:
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી આઈએએસની કરી ધરપકડ, પોતાને વરિષ્ઠ આઈએએસ ગણાવનાર મેહુલ શાહ બોગસ પત્ર બનાવી ખોટા કામ કરતો હતો, એટલું જ નહીં, અંગત લાભ મેળવવા બોગસ લેટર હેડ બનાવી પણ ઓર્ડર જાહેર કરતો હતો, મેહુલ શાહ પોતાને ડિપાર્મેન્ટ ઓફ સાયન્સ અને રિસર્ચ ડેવલપમેન્ટનો ચેરમેન ગણાવતો પોલીસ તપાસમાં ખુલાસો થયો કે નોકરી આપવાની લાલચ આપી આરોપી મેહુલ લોકોને લૂંટતો હતો, અત્યાર સુધીમાં ત્રણ લોકોએ ફરિયાદ આપી છે તેને લઈને સુરેન્દ્રનગર સુધી તપાસ કરવામાં આવી, એટલું જ નહીં, વાંકાનેર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં આરોપી વધુ ફરતો હતો, સાથે જ વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલનો સંચાલક હોવાનો પણ ઘટસ્ફોટ થયો, હવે નકલી અધિકારીઓ પણ ઝડપાઇ રહ્યા છે, પોતાને વરિષ્ઠ આઈએએસ ગણાવનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે, રેવન્યુ ડિરેક્ટર હોવાની પણ આ શખ્સ પોતે ઓળખ આપતો હતો, મેહુલ શાહ નામના આ નકલી આઈએએસની ધરપકડ કરી લેવામાં આવેલ છે, જે વાંકાનેર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં અનેકને છેતરી ચુક્યો છે, વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલનો સંચાલક છે આરોપી મેહુલ શાહ- જે પોતાના અંગત લાભ માટે થઈને બનાવટી પત્રો પણ બનાવતો હતો.
ટીવી 9 ગુજરાતીના સમાચાર:
અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી આચરવામાં આવી છે, મહેસુલ વિભાગમાં ઊંચા હોદા પર હોવાની ઓળખ આપી ઠગાયા છે, અનેક લોકોને ઠગનાર મોરબીના વાંકાનેરના મેહુલ શાહ સામે હવે ફરિયાદ નોંધાયેલ છે, જે ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ભાડેથી ઇનોવા કાર લીધી હતી, ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચની સહી વાળો તેણે લેટર આપ્યો હતો, કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું હતું, પોતાની સાથે એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હોવાનો ખુલાસો થઇ રહ્યો છે. સરવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહી પીકનીક માટે બસ ભાડે લીધી હતી, સ્કૂલમાં કલાર્કની નોકરી આપવાનાનામે તેણે ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હતા, છેતરપિંડી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની સહી કરી બોગસ લેટર આપ્યો, આ સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના બે લાખ ચાલીસ હજાર રૂપિયા ન આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાડી સરકારી છે અને પોતે પણ સરકારી કર્મચારી છે તેવો ડોળ રચી મહેસુલ વિભાગના અધિકારીની ઓળખ આપી રોફ જમાવી તેણે ઠગાઈ આચરી હતી. તેની સામે ફરિયાદ દાખલ થઇ છે અને હવે કાર્યવાહી શરુ થઇ છે.
વધુમાં એક અરજી થઇ હતી અને અરજીમાં કરેલા આક્ષેપોમાં તથ્ય મળી આવ્યું હતું, પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટના લેટરપેડ પર 5 વર્ષ માટે ખોટો વર્ક ઓર્ડર આપ્યો હતો. કેટલા સમયથી ઠગાઇનો આ ધંધો કરતો હતો અને આ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી રહી છે આગામી દિવસોમાં કેટલી જગ્યાઓ ઉપર અને કઈ કઈ ઠગાઈ કરી છે એની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ થઇ રહી છે. વી ટીવી નો પણ આ અંગે અહેવાલ છે…