જુગાર રમતા બે ઝડપાયા
વાંકાનેર : સીટી પોલીસ ટીમે ભાટિયા સોસાયટીમાં ત્રિલોકધામ પાસેથી આરોપી ઈમ્તિયાઝશા દિલાવરશા શાહમદાર રહે.તિથવા અને જાવીદ સલીમભાઈ બુખારી રહે.ગાયત્રીમંદિર રોડ વાંકાનેર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,190 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.


લક્ષ્મીપરા ચોકમાં દારૂની બાટલી સાથે શખ્સ પકડાયો
વાકાનેર : વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ચોકમાંથી સીટી પોલીસે રાજકોટના કોઠારીયા રોડ ઉપર રહેતા આરોપી વિપુલ વશરામભાઈ ચૌહાણને વાઈટ લેસ વોડકા બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.


છત્તીસગઢના રેપ કેસનો આરોપી ઝડપાયો
વાંકાનેર : છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ સ્ટેશનના રેપ કેસના આરોપી વીશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર ઉ.વ.૨૩ રહે હાલ-માટેલ રોડ,અમરધામ પાસે ઓરડીમાં ભાડેથી તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ- મનેન્દ્રગહ થાના-જગરાખંડ જી.મનેનાગઢ રાજ્ય-છત્તીસગઢ વાળાને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પકડી પાડી કાર્યવાહી માટે છત્તીસગઢ રાજ્યના જંગરાખંડ પો.સ્ટે.ને સોંપી આપેલ છે.


પીધેલ પકડાયા:
(1) નવા બસ સ્ટેન્ડ સામે આરોગ્યનગરમાં રહેતા હીરાભાઈ રાયસંગભાઇ બાબરીયા અને (2) નવાપરા પંચાસર રોડ સંધી સોસાયટીના દિનેશ પ્રેમજીભાઈ સરાવાડીયા પીધેલ પકડાયા છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



