નવજીવન સોસાયટીના યુવાન પર મોબાઈલ લઇ લીધેલનો આક્ષેપ થયો હતો
વાંકાનેર: અહીંના મિલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે યુવાને મોબાઈલ ફોન લઈ લીધેલ છે તેવું કહીને તેને માર માર્યો હતો જેથી તે યુવાને આપઘાત કર્યો હતો, મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે…
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ અમરસિંહજી મીલ સામે હાઉસિંગમાં રહેતા કિરીટભાઈ રમેશભાઈ દલસાણીયા (37)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ ડાયાભાઈ ચાવડા, અભિભાઈ નરેશભાઈ ચાવડા, નરેશભાઈનો બીજો દીકરો તેમજ નરેશભાઈના બનેવીનો દીકરો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના ભાઈ ભાવેશભાઈએ
આરોપીઓનો મોબાઇલ લઇ લીધેલ છે તેવું કહીને આરોપીઓએ ફરિયાદીના ભાઈને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ મોબાઈલ પાછો આપી દેવા દુઃખ ત્રાસ આપતા હતા જેથી ફરિયાદીના ભાઈને લાગી આવતા ભાવેશભાઈએ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આમ યુવાનને મરવા માટે મજબૂર કર્યો હોવાની મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધેલ છે…