કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા મુકનાર સામે ગુન્હો

ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા મુકનાર સામે ગુન્હો

રાણેકપરના બે ઈસમો વિરૂદ્ધ મોરબી એસ.ઓ.જી દ્વારા કાર્યવાહી

સમથેરવાના આઘેડને કાર ઝાડ સાથે અથડાતા ઇજા

વાંકાનેર: પરવાનાવાળા બારબોર ડબલ બેરલ હથિયાર સાથેના ફોટા પાડી ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર રાણેકપરના બે ઈસમો વિરૂદ્ધ મોરબી એસ.ઓ.જી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


જાણવા મળ્યા મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. mr_durvesh 12 ધારકનું નામ સરનામું મેળવી ઈસમ દુર્વેશ મહેબુબભાઈ માથકીયા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા તેની પુછપરછ કરતા આશરે બે વર્ષ પહેલા રાણેકપર ગામે રહેણાક મકાને

તેના કાકા અલ્તાબભાઈ હુશેનભાઈ માથકીયાના પાસે સંરક્ષણ લાયસન્સ વાળા હથિયાર સાથેનો ફોટો પાડી પોતાના ઈન્સ્ટગ્રામ આઈ.ડી. mr durvesh 12 માં મોબાઈલથી પોસ્ટ કરેલ જેથી ઈસમ તથા હથિયાર પરવાનેદાર વિરૂધ્ધ વાંકનેર સીટી પોલીસ સ્ટેશનમાં આર્ટ્સ એકટ કલમ – ૨૯, ૩0 હેઠળ ગુન્હો નોંધેલ છે અને આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસે હાથ ધરેલ છે…

સમથેરવાના આઘેડને કાર ઝાડ સાથે અથડાતા ઇજા

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામના પરસોતમ કુંવરજી વારેવડીયા (ઉ.૫૬) ને મોરબીના મચ્છુ-૨ ડેમ જોધપર ગામ પાસે કાર ઝાડની સાથે અથડાઈ હતી ત્યારે ઇજા થતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા તેમની સાથે ભાણજીભાઈ જેરામભાઇ વારેવડીયા (ઉ.૫૮) રહે.મકનસર, નાગજીભાઈ ખોડાભાઈ વારેવડીયા (ઉ.૬૭) રહે.મકનસર અને ડાયાભાઈ લાલજીભાઈ વારેવડીયા રહે.થાન વાળાને પણ ઈજાઓ થયેલ હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!