વાંકાનેર: ઢુવા માટેલ રોડ પરથી દેશી દારૂ સાથે એક શખ્સને પકડેલ છે, અને દારૂ સપ્લાય કરતા અન્ય શખ્સ સામે પણ ગુન્હો દાખલ થયેલ છે….

જાણવા મળ્યા મુજબ ઢુવા માટેલ રોડ દ્વારકાધીશ હોટલની સામે મુરઘીની દુકાન પાસેથી પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ. વિક્રમભાઈ નરશીભાઈ રાઠોડે દિનેશભાઈ વાલજીભાઈ પરમાર (ઉ.વ.૩૫) રહે. જુના ઢુવા મુળ રહે. મકનસર રેલ ફાટક પાસે વાળાને પ્લાસ્ટિકના બાચકા નંગ-૫૨ કુલ દેશી દારુ લીટર-૧૩ જેની કી.રૂ.૨૬૦૦/- સાથે પકડેલ છે,

આરોપીની પુછપરછ કરતા આ દારૂ તૌફીક આદમ લધાણી રહે. ઢુવા દ્વારકાધીશ હોટલ પાછળ તા. વાંકાનેર વાળા પાસેથી લાવેલ હોવાનુ જણાવેલ, જે હાજર નહી મળી આવી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી પ્રોહી.એક્ટ કલમ ૬૫(એ)(એ), ૮૧ મુજબનો ગુન્હો નોંધાયેલ છે….
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
