ફરિયાદીને ડાબા પડખે ગોળી વાગેલ
રામરામ કહી હાથ મિલાવવા જતાં બનેલી ઘટના
વાંકાનેર: તાલુકાના કેરાળા ગામમાં ગઈ કાલે થયેલ ફાયરીગમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર 11189007231 તા: 14/11/2923 થી ફરિયાદ દાખલ થઇ છે. કેરાળાના રૈયાભાઇ ભરવાડે નવા વર્ષ નિમીતે ઉંચો હાથ કરી રામ રામ કરી હાથ મિલાવવા નજીક જતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયેલ અને મંદિરે દર્શન કરી પરત આવતા શેરીમા ફાયરીંગ કરી બીજા જણાએ તલવાર વતી મારવા જતાં ખસી જતાં તલવારનો ઘા મોટર સાયકલ પર લાગેલ હતો, એવી ફરિયાદ લખાવી છે. આ ઘટનાથી માત્ર કેરાળામાં જ નહીં, તાલુકા આખામાં ખળભળાટ મચી ગયો હતો.
ફરિયાદમાં રૈયાભાઇ છગનભાઇ ગોલતર/ભરવાડ (ઉ.વ.૫૩) રહે. કેરાળા ઝાંપાવાળી શેરી, શક્તિમાના મંદિર પાસે, તા.વાંકાનેર વાળાએ લખાવેલ છે કે પોતાને સંતાનમાં ચાર દીકરીઓ અને બે દીકરા છે અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે.
તા.૧૪/૧૧/૨૦૨૩ ના રોજ સવારના સાડા છએક વાગ્યે પોતે તથા નાનો દીકરો હરેશ મોટર સાયકલ પર ઠાકરે દર્શન કરવા નીકળતા ચોકમાં ઉભેલા કેરાળાના જ લાખાભાઇ ગોરાભાઈ બાંભવા તથા તેના દીકરા ગોપાલભાઇ લાખાભાઇ બાંભવાને રામરામ કહી હાથ મિલાવવા જતાં લાખાભાઈએ ફરિયાદીને કહેલ કે ‘તારી સાથે રામ રામ કરવાના નથી, તું જા નિકળ’
બાદમાં ફરિયાદી તેના દીકરા સાથે શેરીમા ભુપતભાઇ ગીગાભાઇ ટોળીયાના ઘર પાસે મોટર સાયકલ મુકી પગપાળા સાંકળી ગલીમાંથી રાણીમાં રૂડીમાં સમાધી મંદીરે દર્શન કરવા ગયેલ. દર્શન કરી શેરીમાં આવતા પાછળ ફાયરીંગનો અવાજ આવતાં ફરિયાદીને ડાબા પડખે વાગેલ, લોહી નીકળતા પાછું વળીને જોતા ગોપાલ લાખાભાઇ બાંભવાના હાથમાં પિસ્તોલ જેવું હથીયાર હતું, તેના વડે બીજું ફાયરીંગ કરતા પોતે એકદમ નિચે બેસી જતાં ડાબી બાજુ પેટની સાઇડમાં ગોળી ઘસાતી નિકળી ગયેલ.
દેકારો અને ફાયરીંગનો અવાજ થતા ભુપતભાઇ ગીગાભાઇ તથા મયાભાઇ મેપાભાઇ વિગેરે શેરીમાં આવી ગયેલ. લાખાભાઇ ગોરાભાઇ બાંભવાના હાથમાં રહેલ તલવારથી મોટર સાયકલ પર ધા કરેલ. બન્ને આરોપી ગાળો બોલતા બોલતાં ‘આજે તારા ઉપર ફાયરીંગ કરી મારી નાખવો છે’ તેમ કહેતા હતા.
ફરિયાદીના મોટાભાઇ નામે ભગાભાઇ વાંકાનેર સરકારી હોસ્પીટલ સારવારમાં લાવેલ. વધુ સારવાર માટે રાજકોટ લઇ જવા ડોક્ટર સાહેબે જણાવેલ છે.
આ ફરિયાદના આધારે પોલીસ ખાતાએ આઈ.પી.સી.કલમ ૩૦૭, ૫૦૪, ૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧),(૧-બી)(એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો લખી આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરેલ છે. માત્ર રામ રામ કરવા જેવી બાબતે ઘટના બની છે કે કોઈ બીજું કારણ છે, એ ચર્ચાનો વિષય બનેલ છે. મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
પીધેલ પકડાયા
રાતીદેવરીના વિશાલ ચતુરભાઈ વોરા, આંબેડકરનગર શેરી નં 5 માં રહેતા રાહુલ ગોવિંદભાઇ ઝાલા અને જીનપરા શેરી નં 4 ના મયુરસિંહ કિરીટસિંહ ઝાલા પીધેલ પકડાયા છે.
દારૂ સાથે પકડાયા
ભોજપરા વાદી વસાહતમાં રહેતા સાગરનાથ ભૂપતનાથ સાગર સ્કૂટીમાં રાખેલ દેશી દારૂ સ્કૂટી સાથે અને ઢુવા સેગા સીરામીક પાસેથી સજનબેન જગદીશભાઈ માથાસુરીયા પાસેથી 60 કોથળી દેશી દારૂ મળી આવતા મુદામાલ સાથે પકડી પોલીસખાતાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.