કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જાહેરનામાના ભંગ સબબ ગુન્હો નોંધાયો

ડેકીમાં 15 વર્ષના ટાબરિયા દારૂ લઇ જતા પકડાયા

વાંકાનેર: પંચાસીયા ગામની સીમમાં આવેલ એક સ્થળે જાહેરનામાના ભંગ સબબ અને બીજો ગુન્હામાં ડેકીમાં 15 વર્ષના ટાબરિયા દારૂ લઇ જતા પકડાયા છે…

જાણવા મળ્યા મુજબ પંચાસીયા ગામની સીમમાં આવેલ રામકૃષ્ણ એન્ટરપ્રાઇઝના માલિક મોરબી આસોપાલવ સોસાયટી, રવાપર રોડ પર રહેતા કમલેશભાઈ પ્રભુભાઈ મોકાસણા (ઉ.35) વાળા સામે અધીક જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક- જા.નં. જે /એમ.એજી./ જા.નામ/૨૭૬૯૦૪/૨૦૨૫ તા. ૩૧/૦૧/૨૦૨૫ થી MORBI ASSURED એપ્લીકેશનમાં પરપ્રાંતિય મજુરનું રજીસ્ટ્રેશન કરવા સારૂ જાહેરનામું અમલમાં મુકેલ હોય અને આ કામના આરોપી

પોતે રામક્રુષ્ણ એન્ટર પ્રાઈસ ટ્રે ડીંગના સંચાલક હોય તેમજ પોતાના હવાલાવાળી કંપનીમા જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાની નીચે કામ કરતા પરપ્રાંતિય એમ.પી.ના વર્કરના આઈ.ડી. પ્રુફ મેળવેલ ન હોય તેમજ પોલીસ સ્ટેશનમાં કે સંબંધીત કચેરીમાં જાણ કરેલ ન હોય તેમજ MORBI ASSURED એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન નહીં કરી જીલ્લા મેજી.શ્રી મોરબીનાઓના ઉપરોકત જાહેરનામાના ભંગ સબબ ગુન્હો બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ નોંધાયેલ છે…ડેકીમાં 15 વર્ષના ટાબરિયા દારૂ લઇ જતા પકડાયા
ચંદ્રપુરના ઇત્યાજ રહીમભાઇ આદમાણી (ઉ.15) અને (2) સલમાન સલીમભાઈ મેણુ (ઉ.15) વાળા અમરસિંહજી હાઈસ્કૂલ સર્વિસ રોડ પર પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા હવાલાવાળા એકસેસ GJ-36-AK-6747 ની ડેકીમા પ્લા.ની કોથળીઓ નંગ-૦૩ દેશી દારૂ લીટર-૧૫ કિં.રૂ.૩૦૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા ગુન્હો-પ્રોહી.એકટ કલમ- ૬૫એ, ૮૧,૯૮(૨) મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!