વાંકાનેર: હઝરત ઇમામ હુસેન અને તેના સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોર્રમ પર્વની વિવિધ ધાર્મિક રીતી રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી,



શનિવારે સાંજના તાજીયા પડમાં આવ્યા હતા, જે બાદ ગઈ કાલે બપોરથી મધરાત્રિ સુધી કલાત્મક તાજીયા વાંકાનેરના માર્ગો પર ફરી રાત્રીના ગ્રીન ચોક ખાતે ધાર્મિક વિધિ બાદ પુર્ણ કરવામાં આવશે. આ સમગ્ર ઉજવણીમાં વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર જોડાયા હતા….