કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ક્રિપ્ટો કૌભાંડ: ભોગ બનનારાઓમાં ઝુબેર અને ઉર્વેશ બાદીના નામ

કંપનીના માલિક અને ભાગીદારો સામે ગુનો નોંધવા રોકાણકારોની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત

ક્રિપ્ટો કૌભાંડમાં ફસાયેલા નાણાંના નામોમાં વાંકાનેર તાલુકાના બાદીના નામ આવતા મોમીન સમાજમાં સનસનાટી ફેલાઈ ગઈ છે આ લોકો ક્યા ગામના છે, એની તો કોઈ માહિતી મળી નથી, પરંતુ ફસાયેલા લોકોના નામોમાં અને નાણાંના આંકડામાં વધારો થશે, એવું મનાય છે. અખબારી અહેવાલ મુજબ ઝુબેર બાદીના 80 લાખ અને ઉર્વેશ બાદીના 40 લાખ ફસાયા છે. લોભામણી જાહેરાતોથી લોકોએ સાવચેત રહેવું જોઈએ “ગુજરાત મિરર” નો અહેવાલ જણાવે છે કે રાજકોટમાં બીઝેડ જેવા કૌભાંડ અંગે તાલુકા પોલીસે ૧૮ દિવસ બાદ ગુનો નોંધ્યો છે ત્યારે રાજકોટમાં વધુ એક ક્રિપ્ટો કૌભાંડ સામે આવ્યુ છે જેમાં બેંક કર્મચારી, તબીબ સહીતના ૧૫ થી વધુ લોકો સાથે આશરે પાંચ કરોડની છેતરપીંડી થઇ હોય જેમાં ગુનો નોંધવા માટે પોલીસ કમિશનર સમક્ષ ભોગ બનનાર રોકાણકારોએ રજુઆત કરી છે અને આ મામલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ તપાસના આદેશ આપી જરૂર પડયે આગામી દિવસોમાં આ મામલે ગુનો નોંધવા પણ આદેશ કર્યો છે. ક્રિપ્ટો ટોકનની છેતરપીંડીમાં રાજકોટના રેસકોર્ષ પાછળ રહેલા કંપનીના ફાઉન્ડર અને કલેકશનનુ કામ કરતા કુવાડવા રોડ પર રહેતા શખ્સનુ નામ આપવામા આવ્યુ છે. શહેરના રેલનગરના આસ્થા ચોકમા જય અંબે એપાર્ટમેન્ટ બી ૨૦૪ માં ઓફીસ ધરાવતા વિજય મનહરલાલ વાછાણીએ પોલીસ કમિશનરને કરેલી રજુઆતમાં રેસકોર્ષ પાછળ જય ગીત સોસાયટીમા રહેતા મિલન ધનજી ચાવડા તથા કલેકશનનુ કામ કરનાર કુવાડવા રોડ પર નરશી મેહતા ટાઉનશીપમા રહેતા ઇરફાન ઉમરાખાન પઠાણનુ નામ આપ્યુ છે. વિજયભાઈએ કરેલી અરજીમા જણાવ્યુ છે કે તેઓ બેંકની ડીએસએ લોનનુ કામ કરતા હોય તેનો પરીચય મિલન ધનજી ચાવડા સાથે થયો હતો. મિલને તેના ક્રિપ્ટોના પ્લાન અંગે વિજયભાઈને સમજાવ્યા હતા. MIE / CAVADA નામની કંપનીમાં રોકાણ કરી ઉંચા વળતરની લાલચ આપી હતી જેમા વિજયભાઈ આ પ્રોજેકટમાં માર્ચ ૨૦૨૩ માં જોડાયા બાદ નજીકના કુટુંબી અને વેપારી મિત્રોને વાત કરતા વિજયભાઇ અને તેના કુટુંબના લોકોએ તથા ડોકટર પરેશભાઈ રાંક સહીતનાઓએ આશરે પાંચ કરોડનુ રોકાણ કર્યુ હતુ. દર મહિને ૬ ટકા એટલે કે ૩૦ હજાર રૂપીયા મળશે અને બેંકમા રૂપીયા જમા થશે તેવુ જણાવ્યુ હતુ. તેમજ આ પ્રકરણમા CAVDAX નામની કંપનીનુ એક્ષચેંજ છે જેમા આ ક્રિપ્ટોનુ વેચાણ કરી મોટો નફો મળશે છ મહીનાથી ટોકન વેચાણ ચાવડા ક્રિપ્ટો ટોકનના રૂ. ૪.૧૦ પૈસામા ટ્રાન્સફર કરી અને તેનો ૨૭ રૂપીયાના ભાવે લીસ્ટીંગ થશે તેવો વાયદો કરી જયારે ગત ૨૩-૨-૨૪ ના રોજ આ ક્રિપ્ટોનુ લીસ્ટીંગ થયુ ત્યારે કોઇપણ રોકાણકાર આ ટોકનનુ વેચાણ કરી શકે નહીં તેવી સ્થીતી જાણીને લીસ્ટીંગ કરેલ ભાવ રૂ. ૩ આસપાસ ખુલ્યા બાદ એકજ મિનીટમા ભાવ ૯૦ ટકા ડાઉન થઇ અને ૧૫ દિવસમા ટોકનનો ભાવ માત્ર ૫ પૈસા થઇ ગયો હતો. ત્યારબાદ આ કંપનીએ સ્કીમ બંધ કરી દીધાનુ કહી માલીકોએ હાથ ઉંચા કરી દીધા હતા. જેથી ભોગ બનનાર તમામે આ મામલે પોલીસ કમિશનરને પોતાની મરણ મુડી પાછી મળે તે માટે રજુઆત કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!