નવા પી.આઈ. તરીકે સોલંકી અને નવા પી.એસ.આઈ (તાલુકા) તરીકે બી. પી. સોનારા વાંકાનેરમાં મુકાયા
મોરબી જિલ્લા પોલીસ વડાએ વાંકાનેર પોલીસ ખાતામાં બદલીના ઓર્ડર કર્યા છે.




વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ કે.એમ.છાસિયાને લિવ રિઝર્વમાં મુકાયા છે, તેમની જગ્યાએ લિવ રિઝર્વમાં રહેલ પીઆઈ પી.ડી.સોલંકીને મુકવામાં આવ્યા છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા વી.આર.સોનારાને લિવ રિઝર્વ માં મુકવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ કન્ટ્રોલરૂમમાંથી પીએસઆઈ બી. પી.સોનારા ને મુકવામાં આવ્યા છે.