મોરબીથી વાંકાનેર પરત આવતા ઘટેલી ઘટના
હથિયાર રાખતા પોલીસ કાર્યવાહી, દારૂ સાથે ધરપકડ અને વાહન ચાલકો દંડાયા
વાંકાનેર તાલુકાના બંધુનગર નજીક નેશનલ હાઇવે પર ગતરાત્રીના એક માં-20 કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના વેપારી યુવાનનું મોત થયું હતું, જ્યારે આ આકસ્માતના બનાવમાં અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની બાગે સંજર સોસાયટી ખાતે રહેતા અને મેઇન બજારમાં સાહેલી સેલ નામની કટલેરીની દુકાન ચલાવતા શેહબાઝ રફીકભાઇ મેમણ (ઉ.વ. ૨૫) નામનો વેપારી યુવાન ગતરાત્રીના પોતાની આઇ-20 કાર લઇને મોરબીથી વાંકાનેર પરત આવી રહ્યો હોય, ત્યારે બંધુનગર પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં શહેબાઝનું ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની સાથે કારમાં સવાર અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી હતી…
હથિયાર રાખતા પોલીસ કાર્યવાહી
કેરાળાના હરેશ પાંચાભાઈ બાંભવા જાતે ભરવાડ બોલેરોમાં ચાર ફૂટ લાંબી લાકડી મળી આવતા, હસનપરના લતીફ ઇબ્રાહિમ ચૌહાણ જાતે સંધિના મોટરસાયકલમાં ત્રણ ફૂટ લાંબો લોખંડનો પાઇપ અને જીનપરા જકાતનાકા પાસે બાબરા તાલુકાના ચાવંડના રહીશ અશોક દેહાભાઈ સોરઠીયા જાતે આહીરની સ્કોડા કારમાંથી લાકડાનો ધોકો મળી આવતા પોલીસ ખાતાએ કાયદેરસરની કાર્યવાહી કરેલ છે.
દારૂ સાથે ધરપકડ
માટેલ રોડ અમરધામ પાસેથી મકનસરની ભાનુબેન મુનાભાઇ દેત્રોજા જાતે કોળી પાસેથી પાંચ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસ ખાતાએ કાયદેરસરની કાર્યવાહી કરેલ છે.
વાહન ચાલકો દંડાયા
અમરસર ચેકપોસ્ટ પાસે ભોજપરા વાદીપરાના અરુણ માણેકલાલ વણજારા જાતે સલાટ બોલેરો ગાડી ટ્રાફિકને અડચણ થાય તે રીતે ઉભી રાખતા અને બાઉન્ડરી પુલ નીચે ચોટીલાના બાબુભાઇ સાદુરભાઈ ધાંધલ જાતે કાઠી ઇકો કાર રોડની વચ્ચોવચ્ચ ઉભી રાખતા પોલીસ ખાતાએ કાયદેરસરની કાર્યવાહી કરેલ છે.