કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાણેકપરમાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતીનો કાર્યક્રમ

વાંકાનેર પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તેવો ઉદેશ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાણેકપર ગામ ખાતે તારીખ 12-7-2023 ના રોજ સાંજે સાયબર ક્રાઇમ અંતર્ગત લોકજાગૃતિનો સેમિનાર સીટી પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં આજના આધુનિક યુગમાં આંગળીના ટેરવે દેશવિદેશની વાતો મોબાઈલના માધ્યમથી કોમ્પ્યુટર યુગમાં થઈ રહી છે, ત્યારે બેંક ખાતેદારની છેતરપિંડી ઓનલાઇન સિસ્ટમ અંતર્ગત instagram, facebook, whatsapp ના માધ્યમથી હની ટ્રેપ તેમજ લાલચ લોભામણી જાહેરાતોના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી જેવી ઘટનાઓ બનતી હોય છે; જેના અનુસંધાને નિર્દોષ અભણ ગ્રામ્ય વિસ્તારના લોકો યુવાનો, વૃદ્ધો, બાળકો, વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમના ગુન્હા અંગે જાગૃત થાય અને ક્રાઈમ કરનારાના શિકાર ના બને, તેવા ઉદ્દેશ સાથે સરકારના નીતિ નિયમો અનુસાર પોલીસતંત્ર દ્વારા લોકજાગૃતિ અભિયાન કાર્યક્રમના ભાગરૂપે પ્રયાસો કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાની સુચના અને વાંકાનેર સીટી પીઆઇ પી. ડી. સોલંકીના માર્ગદર્શનથી પીએસઆઇ ડી.વી.કાનાણી તેમજ પીએસઆઇ કે. કે. ચાનિયા તેમજ વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું, જે વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા રાણેકપર ગામ ખાતે સાયબર ક્રાઇમ અંગે વિશેષ માહિતી આપવામાં આવેલ. જેમાં રાણેકપર ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા.

 

  • સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

     

Content Copying Forbidden !!

error: Content is protected !!